Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સ્ટર્લીંગ હોસ્પીટલમાં નર્સીગ ડે ની ઉજવણી

 રાજકોટ : 'ઇન્ટરનેશનલ નર્સીસ ડે' ૧ર મે દિવસને સમગ્ર વિશ્વમાં નર્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત સ્ટર્લીંગ હોસ્પિટલ, રાજકોટ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવ્યો જેમાં સ્ટર્લીંગ હોસ્પિટલ, રાજકોટના નર્સીંગ સ્ટાફ દ્વારા ઓછા તેલ વગરનો ખોરાક લેવાથી શરીરને થતા ફાયદાનું મહત્વ તેમજ પ્રોટીન વાળો ખોરાક લેવાથી શરીર ને થતા ફાયદાનું મહત્વ દર્દીઓના સગાને જણવવામાં આવ્યું હતું. નર્સિંગ ડે નિમિતે જન જાગૃતિના કાર્યક્રમમાં પીડીયુ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડટ ડો. મનીષ મેહતા તેમજ મ્યુનિસીપાલટી કોર્પોરેશનના હેલ્થ ઓફીસર ડો. મનીષ ચુનારા અને ડો. ડી. કે. ઘોષ તેમજ મિસ્ટર વિપુલ ડાંગર હાજરી આપી નર્સિંગ સ્ટાફનો જુસ્સો વધારેલહતો. કાર્યોને સફળ બનાવવામાં સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટના ઝોનલ ડીરેકટર ઘનશ્યામ ગુસાણી, એચ. આર. ડીપાર્ટમેન્ટના પ્રણવ ભટ્ટ, નર્સિંગ વિભાગના હેડ શૈલજા મેડમ તેમજ સંપૂર્ણ નર્સિંગ સ્ટાફનો નોંધ પાત્ર ફાળો રહેલ હતો.

(3:28 pm IST)