Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વાવડીમાં યુએલસી જમીન ઉપર દબાણઃ ૭ શેડ તોડી પડાયાઃ બે દિ'થી કલેકટરનું ઓપરેશન

૮૦ લાખ ઉપરની ૧ હજાર ચો.મી. જમીન ખુલ્લીઃ સીટી પ્રાંત-૧ અને તાલુકા મામલતદાર દ્વારા કાર્યવાહી

વાવડી સર્વે નં. ૧૯ની યુએલસી ફાજલ ૯ હજાર ચો.મી.માંથી ૧ હજાર ચો.મી. જમીન ઉપર થયેલ દબાણ ખુલ્લુ કરાયુ તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ યુએલસીની વાવડીમાં આવેલ સર્વે નં. ૧૯ની ફાજલ ૯ હજાર ચો.મી. જમીનમાંથી ૧ હજાર ચો.મી. જમીન ઉપર ઉભુ થઈ ગયેલ દબાણ દૂર કરવા કલેકટરના આદેશો બાદ ગઈકાલ રવિવારથી સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણ અને તાલુકા મામલતદાર શ્રી લીખીયાએ દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આજે પણ આ દબાણ દૂર કરવા ઓપરેશન ચાલુ હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, વાવડી સર્વે નં. ૧૯ના પ્લોટ નં. ૧૬, ૧૭, ૧૮ની કુલ ૧ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી. ગત તા. ૨ના રોજ ડીમોલીશન નોટીસ અપાઈ ત્યારે ઔદ્યોગિક શેડના સંચાલકોએ માલસામાન ફેરવવા ૧ મહિનાનો સમય માંગ્યો હતો. આ પછી ૧ મહિનો વિતી ગયા બાદ ગઈકાલથી આજ સુધીમાં ૭ શેડ તોડી ૮૦ લાખ ઉપરની જમીન ખુલ્લી કરાવાઈ હતી.

(3:24 pm IST)