Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મનપા હસ્તકના અને અન્ય સંસ્થા - ગ્રામ પંચાયતના સ્મસાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા : જુઓ નામાવલી

શહેરના ૪ મોટા સ્મશાનગૃહમાં ફક્ત કોવિડ બોડીના અંતિમ સંસ્કાર: અન્ય ૯ સ્મશાન ખાતે સામાન્ય બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જઈ શકાશે,

રાજકોટ : શહેરના કોવિડ-૧૯ની પરિસ્થિતિના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તથા અન્ય સંસ્થાઓ / ગ્રામ પંચાયત હસ્તકના સ્મશાનગૃહોમાં નીચેની વિગતે વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે અનુસાર શહેરના નીચે મુજબના ૪ મોટા સ્મશાનગૃહમાં ફક્ત કોવિડ બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે જ્યારે અન્ય ૯ સ્મશાન ખાતે સામાન્ય બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જઈ શકાશે, જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી છે. આ વ્યવસ્થા કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હંગામી ધોરણે ટૂંક સમય માટે કરવામાં આવી છે. શહેરીજનોને સહયોગ આપવા નમ્ર વિનંતી છે..

કોવિડ ડેડ બોડી માટેના સ્મશાનની યાદી

૧ રામનાથપરા મુક્તિધામ, આજી નદી કાંઠે

૨ બાપુનગર સ્મશાન, ૮૦ ફુટ રોડ, સોરઠીયાવાડી સર્કલથી આગળ

૩ મોટા મવા સ્મશાન, મોટા મવા ગામ પાસે
૪ મવડી સ્મશાન, મવડી ગામ પાછળ
સામાન્ય ડેડ બોડી માટેના સ્મશાનની યાદી

૧ રૈયાગામ સાર્વજનિક સ્મશાનગૃહ, રૈયા ગામ પાસે
વિજયભાઈ - ૯૮૯૮૯ ૫૩૫૩૫
૨ પોપટપરા કૈલાશધામ સ્મશાનગૃહ, રોણકી રોડ
દાનાભાઈ કુંગશીયા – ૯૮૨૪૫ ૧૧૧૩૩
૩ ‘મુક્તિધામ’ નવા થોરાળા મેઈન રોડ
હસુભાઈ છાંટબાર – ૯૯૧૩૭ ૭૨૫૫૫
૪ રુખડીયા સ્મશાનગૃહ, નકલંકપરા, રૂખડીયા હનુમાન મંદિર પાછળ
અરવિંદભાઈ બૌવા – ૯૪૨૬૦ ૧૪૧૪૭
૫ સ્મશાનગૃહ, વાવડી ગામ, વાવડી ગામના ગેઈટની અંદર, વોર્ડ ઓફિસ પાછળ 
બ્રિજેશભાઈ અગ્રાવત – ૮૫૩૦૦ ૦૦૮૦૦
દશરથસિંહ જાડેજા – ૯૮૨૪૮ ૪૫૯૧૯
૬ સ્મશાન ગૃહ, કોઠારીયા ગામ, રણુજા મંદિર રોડ
શૈલેષભાઈ પરસાણા – ૯૮૨૫૨ ૩૧૨૬૨
૭  સિંધી સમાજ સ્મશાનગૃહ, રામનાથપરા-૧૬, શ્રી બડા બજરંગ હનુમાનજી મંદિર સામે
વિકીભાઈ (વિજયભાઈ) પુનવાની ૯૪૨૬૫૦૯૯૯૬, ૭૦૯૬૨૩૫૮૩૨
૮ રામનગર ગામ સ્મશાનગૃહ, કણકોટ પાસે
જયેશભાઈ બોધરા – ૯૮૨૪૮ ૧૩૪૦૯
૯ નવાગામ સ્મશાનગૃહ, અમદાવાદ હાઈવે
જાદવભાઈ – ૮૩૨૦૬ ૩૬૪૦૦

(9:49 pm IST)