Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાને કોરોના

બે દિવસ પહેલા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને મળ્યા'તા

રાજકોટઃ. માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાને કોરોના થતા હોમ કોરન્ટાઈન થયા છે. તેમના પૌત્રનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. બે દિવસ પહેલા તેઓ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને પણ મળ્યા હતા. તાજેતરમાં માર્કેટીંગ યાર્ડ ખાતે વેકસીન કેમ્પ પણ યોજાયો હતો. ડી.કે. સખીયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ કોરન્ટાઈન થયા છે.

(3:56 pm IST)
  • કોરોના ઇફેકટઃ પટ્ટાવાળાથી માંડી એડી. કલેકટર સુધીના તમામની રજા રદ કરતા કલેકટરઃ ગાંધીનગર જવા અંગે પણ મંજૂરી લેવી પડશે : કલેકટરશ્રી રેમ્યા મોહને ગઇકાલે એક મહત્વનો પરિપત્ર બહાર પાડી કોરોના વાયરસની ભવિષ્યની અસરને પહોંચી વળવા-ત્વરીત કામગીરી સંદર્ભે મહેસૂલના તમામ રપ૦ કર્મચારી જેમાં પટ્ટાવાળાથી માંડી એડીશનલ કલેકટર સુધીનાની રજાઓ રદ કરી નાંખી છેઃ અને આ પરિપત્ર જીલ્લા સંકલન સમિતિના સભ્યો-તમામને લાગુ પડાયો હોય અન્ય તમામ કચેરી પણ આવરી લેવાઇ છેઃ ગાંધીનગર જવા માટે મંજૂરી લેવી પડશેઃ હેડ કવાર્ટર નહી છોડવા પણ આદેશો access_time 3:38 pm IST

  • પોરબંદર સુભાષનગર પોલીસ ચોકી પાછળ લાંગરેલા પાકિસ્તાની બોટમાં આગ લાગી કોઈ જાનહાનિ કે નુકસાન નથી access_time 11:53 pm IST

  • આજે શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૧પ કલાકે સેન્સેકસ ૩૮૧ પોઇન્ટ વધીને ૪૮ર૬૪: નીફટી ૧૦૬ પોઇન્ટ વધીને ૧૪૪૧૭ ઉપર છેઃ બેંક-ઓટો સેકટરના શેર્સ અપઃ આઇટીમાં ભારે વેચવાલી access_time 3:38 pm IST