Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેકશન માટેની હેલ્પલાઇનના ત્રણેય નંબર સતત બીઝી

નંબર લગાડવાની ટ્રાય ચાલુ જ રાખતા ઘણી વખત ફોન અન્ય જગ્યાએ ફોરવર્ડ કર્યો હોવાનું કે નંબર ઇનવેલિડ છે તેવું સંભળાઇ રહ્યું છે.

રાજકોટ તા.૧૩ : કોરોનાના કેસમાં જબ્બર-દસ્ત ઉછાળો આવતા તેની સારવારમાં ઉપયોગી ગણાતા રેમડેસિવિર ઇન્જેકશનની માંગમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેકશનની અવેલેબિલિટી સંદર્ભે રાજકોટમાં તંત્ર દ્વારા ત્રણ મોબાઇલ નંબર ૯૯૭૪૦ ૭૩૧પ૦, ૯૯૭૪૦ ૭૩૩પ૦, અને ૯૯૭૪૦ ૭૩૪પ૦ સાથેની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

પરંતુ ત્રણેય નંબર સતત બીઝી મળતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘણી વખત તો નંબર લગાડવાની ટ્રાય સતત ચાલુ જ રાખવામાં આવે તો ફોન નંબર અન્ય જગ્યાએ ફોરવર્ડ કર્યો હોવાનું કે પછી નંબર ઇનવેલિડ છેતેવું સાંભળવામાં આવે છે. કોરોનાને કારણે સતત ભયમાં જીવતા અને રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા માટે દોડાદોડી કરતા લોકોને સમયસર સચોટ અને યોગ્ય માહિતી મળે તેવું લોકો ઇચ્છી રહ્યા  છે.

(3:58 pm IST)