Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજકોટ હેડ પોસ્ટ ઓફીસમાં ભૂકંપઃ એકી સાથે ૪ પોસ્ટમેનને કોરોના વળગ્યો

આખી પોસ્ટલ બ્રાંચ સેનેટાઇઝ કરાઇઃ સ્ટાફમાં ભારે ફફડાટ

રાજકોટ તા.૧૩ : થોડા દિવસ શાંતિ રહ્યા બાદ રાજકોટ હેડ પોસ્ટ ઓફીસને ફરી કોરોનાએ ભરડો લીધો છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ગઇકાલે એકી સાથે ૪ પોસ્ટમેનને કોરોના વળગતા ભારે ફફડાટ ફેલાયો છે. ૪ પોસ્ટમેન અનિલ ગોસાઇ, ગણપત જાષી, અર્જૂનસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને કોરોના વળગતા તમામને હોમ કોરાન્ટાઇટન કરાયા છે, આખી પોસ્ટલ બ્રાંચ ગઇકાલે સાંજે સેનેટાઇઝ કરાઇ હતી, લોકોના ટોળા આવી રહ્યા હોય ઉચ્ચ અધિકારીઓનું યુનિયન આગેવાનો દ્વારા ધ્યાન દોરાયું હતું.

(3:39 pm IST)