Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોળુ પેટના રોગોમાં અત્યંત ઉપયોગી

વિટામીન એ, બી-૨, સી, ઈ અને ૯૨% પાણીથી ભરપૂરઃ સાઇઝમાં કોળુ મોટું હોવા છતા.આપણા શરીરની સાઈઝ ઘટાડે છે

કોળું શિયાળાના ફળ અથવા શાક એમ બંને તરીકે તરીકે ઓળખાય છે. કોળાનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે ફરતી બાજુ એથી કડક હોવું જોઈએ દબાયેલા,પોચા કે વાસી કોળાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

 કોળુ સફેદ, લીલા અને  પીળા કલરનું જોવા મળે છે. પીળા કલરના કોળામાં પોટેશિયમ અને ઝિંકનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે.આ તત્વો શરીરની થકાન ઓછી કરે છે.પેટની અંદર રહેલા પીતને ઘટાડવાનુ

 ખૂબ જ સારું કામ કરે છે.એસિડિટી જેવા પેટને લગતા રોગોમાં ખુબ જ ઉપયોગી છે. પેટમા ઠંડક આપે છે

 પોટેશિયમ બીપી કંટ્રોલ કરે છે.કોળામાં વિટામીન એ ભરપૂર માત્રામાં હોવાથી આંખના રોગોમાં અત્યંત ઉપયોગી છે.

ંકોળાના બીજની ઉપયોગીર્તાં

કોળા કરતા પણ તેના બીજ વધુ ઉપયોગી છે. કોળાના બી ડ્રાયફ્રુટ તરીકે અને મુખવાસમાં પણ  ઉપયોગમાં લઇ શકાય છે.તેમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે.કિડની સાફ કરવામાં પણ મદદ કરે છે.સામાન્ય રીતે આપણે ફળ કે શાક ખાતાં પહેલા તેના બી કાઢીને ફેંકી દઈએ છીએ પણ ઘણી વખત બી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે. જેમકે કોળાના બીજને ધોઈ સાફ કરીને ખાવાથી ડાયાબિટીસથી લઈને હાર્ટની બીમારીમાં ફાયદો થાય છે. કોળાના બીજમાં એવા પોષકતત્વો છે, જે કદાચ કોઈ અન્ય બીજમાં જોવા મળતા નથી.કોળાના બીજ પુરુષોના હોર્મોન વધારવાનું કામ કરે છે કોળાના બીજ સેકસ્યુઅલ લાઈફનો આનંદ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે પુરુષો માટે બીજ વધારે લાભદાયી છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

કોળું એટલે કે પમ્કીન તેના બીજ-સિડ્સમાં મેગ્નેશિયમ મોટા પ્રમાણમાં હોય છે,જે હૃદયને હેલ્ધી અને સક્રિય રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

રોગપ્રતિકારક શકિત વધારે છે

કોળાના બીજમાં ઝિંકનું પ્રમાણ પણ હોય છે. જેથી શરીરની રોગપ્રતિકારક શકિત વધે છે.તથા શરીર તમામ પ્રકારની બીમારીઓની લપેટમાં આવવાથી બચે છે.આ સિવાય ડિપ્રેશન દૂર કરવામાં પણ મદદ કરે છે.

પુરુષો માટે ફાયદાકારક

પ્રોસ્ટેટ ગ્લેંડના ફંકશનિંગ માટે શરીરમાં ઝિંકનું લેવલ વધારે હોવું જરૂરી છે.એક તારણ પ્રમાણે જો પુરુષોમાં ઝિંકનું પ્રમાણ ઘટી જાય તો શુક્રકોસપ્રસ્પર્મ કવોલિટી ઘટવાનો ડર રહે છે.

ડાયાબિટીસની બીમારી

હેલ્થ એકસપર્ટ અનુસાર કોળાનું બીજ ઈન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત કરવાનું કામ કરે છે. જો શુગર લેવલ બરાબર ન  હોય તો નિયમિત રીતે  કોળાના બીનું સેવન કરવું જોઈએ.

અનિંદ્રામાં રાહત

જો વારેવારે ઊંઘમાંથી જાગી જતા હોવ તો ઊંઘતા પહેલા કોળાના બીજ ખાવાનું શરૂ કરો. આ બીજ Tryptophan (ટ્રાય્ટો ફન)અને  (એમીનો એસિડ) Amino Acid થી ભરપૂર હોય છે. જે ઊંઘ પાછી લાવવામાં મદદ કરે છે.

કોળા નું વૈજ્ઞાનિક નામ Pumpkin

ખાસ નોંધ    

(૧)આયુર્વેદના ઉપચારો શરીરની તાસીર પર આધાર રાખે છે.(૨)કોઈપણ પ્રકારનો પ્રયોગ શરૂ કરતા પહેલા આપણા  નિષ્ણાંત વૈદ્યની સલાહ લઇ લેવી

નિષ્ણાંત

વૈદ્ય એલ્વિસ દેત્રોજા

એમ. ડી. આયુર્વેદ

ગવર્મેન્ટ હોસ્પિટલ જુના વાઘણીયા જીલ્લો અમરેલી

મો.૯૪૨૯૭૧૩૭૫૭

લેખકઃ અશ્વિન ભુવા

મો.૮૩૨૦૫૫૬૦૧૨, ૯૪૨૮૮૮૯૫૬૦

(3:39 pm IST)