Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ઝુલેલાલ જયંતિ : મંદિરોને અનેરા શણગાર : પ્રસાદ વિતરણ

હો લાલ મેરી પત રખિયો બલા ઝુલે લાલણ, સિંદડી દા, સેહવન દા, સખી શાબાઝ કલંદર, દમાદમ મસ્ત કલંદર

રાજકોટ : સિંધી નવા વર્ષ ચેટી ચંડની ઉજવણી ભગવાન શ્રી ઝુલેલાલના જન્મોત્સવ તરીકે કરવામાં આવે છે. આ દિવસને ગુડી પડવો તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકોટમાં આવેલ ઝુલેલાલ મંદિરોને અનેરા શણગાર કરવામાં આવ્યા છે. આમ તો દર વર્ષે શોભાયાત્રા સહીતના ઉત્સવી આયોજનો કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતી ધ્યાને લઇ ઉત્સવી કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. સરકારી ગાઇડ લાઇનને અનુસરી નિયમ પાલન સાથે શ્રી હરમંદિર રામનાથપરા, તારણહાર ગુરૂદ્વારા સહીત શહેરના વિવિધ વિસ્તારોમાં સાદગીભેર  ભીડ ન થાય તે રીતે પૂજા પાઠ સહીતની ભકિત કરવામાં આવી હતી. બહેરાણા સાહેબની જયોત પ્રજવલિત કરી ઝુલેલાલની પ્રતિમાને ફુલહાર કરાયા હતા. સિંધી સમાજના હૈયે અનેરો આનંદ છવાયો છે. સાંઇ ભજન, પંજકડા, પલવ, સુખો સેસા, સહીતના કાર્યક્રમો થયેલ. લોકોને ઠંડાપીણા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ. તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:01 pm IST)