Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

પેલેસ રોડ આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રી પૂજન : દર્શનાર્થીઓને ભીડ ન કરવા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ

રાજકોટ : પેલેસ રોડ પર આવેલ માઁ આશાપુરા માતાજી મંદિર ખાતે આજથી ચૈત્ર નવરાત્રીની પૂજા - અર્ચનાનો પ્રારંભ થયો છે જે તસ્વીરમાં દર્શાય છે. વર્તમાન કોરોના સંક્રમણ વધે નહી તે માટે દરેક માઇ ભકતોએ ભીડ નહી કરવા અને સોશ્યલ ડીસ્ટન્શ, સેનીટાઇઝ કરવા માસ્ક પહેરવા સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવા જાહેર અપીલ કરાઇ છે. આ તકે વિનોદભાઇ પોપટ સહિતના કાર્યકરો વ્યવસ્થા માટે સહયોગી થઇ રહ્યા છે.

(3:00 pm IST)
  • આરબ દેશો સહિતના વિશ્વના અમુક ભાગોમાં રમઝાન માસ શરૂઃ ભારતમાં આજે સાંજે થનારૂ ચંદ્રદર્શનઃ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવતીકાલે પહેલો રોઝો access_time 9:56 am IST

  • અમેરિકાનું ઐતિહાસિક પગલું : 11 સપ્ટેમ્બર સુધીમાં કોઈપણ શરતો વિના અફઘાનિસ્તાનથી તમામ યુએસ સૈનિકો પરત ખેંચવાનું જાહેર કરતા રાષ્ટ્રપતિ જો બાયડન : અમેરિકાએ, સૈનિકોને પરત લાવવા દરમ્યાન કોઈપણ હુમલા અંગે આતંકી તાલિબાનને 'ભયાનક પ્રતિસાદ' આપવાની ચેતવણી આપી : સૈનિકોને અફઘાનિસ્તાનથી અમેરિકા પરત લાવવા બાબતે બુધવારે રાષ્ટ્રપતિ બાયડન સંબોધન કરશે તેમ વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ જણાવ્યું છે. access_time 11:18 pm IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST