Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કાલે ભાજપ યુવા મોરચા દ્વારા યુવા સંમેલન

યુવા શકિત રાષ્ટ્ર શકિતના નારા સાથે ૪ હજાર યુવાનોનાં સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈની ખાસ ઉપસ્થિતિઃ પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલના નેતૃત્વમાં ભવ્ય આયોજન

રાજકોટ, તા. ૧૩ :. સમગ્ર દેશમાં વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીને ફરીથી આરૂઢ કરવા યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે. 'યુવા શકિત રાષ્ટ્ર શકિત'ના નારા સાથે ભાજપા યુવા મોરચા, રાજકોટ શહેર દ્વારા પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નેહલ શુકલ અને રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવના માર્ગદર્શન હેઠળ રાજકોટના લોકસભાના ભાજપાના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાને વિજયી બનાવવા વિશાળ યુવા સંમેલનનું આયોજન 'બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર સભાગૃહ, કાલાવડ રોડ' ખાતે આગામી તા. ૧૪ને રવિવારના રામનવમીના પવિત્ર દિવસે સવારે ૯ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. તેમની સાથે રાજકોટ લોકસભાના ઈન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભંડેરી, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ભાજપા પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટની ૬૮, ૭૦ અને ૭૧ની સીટના ધારાસભ્યશ્રીઓ અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

પ્રદેશ ભાજપ યુવા મહામંત્રી નેહલ શુકલએ એક યાદીમાં જણાવ્યુ છે કોંગ્રેસના લોકોએ માત્ર મત મેળવવા માટે એટલી હદે સમર્પણ કર્યુ છે કે વિરોધીઓને રાજી કરવા માટે આ કોંગ્રેસીઓ કલમ ૧૨૪-એ કે જે રાષ્ટ્ર વિરોધીઓને ગુન્હા માટેની રાષ્ટ્રદ્રોહની કલમ છે તે કલમ રદ કરવાનું કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વચન આપેલ છે અને આ કોંગ્રેસીઓ પોતાની સત્તા મેળવવા માટે દેશને ગમે તેટલું નુકશાન થાય તે પ્રકારના કૃત્યો કરવા માટે જરા પણ છોછ વગર પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરે છે. આ કોંગ્રેસીઓને આ લોકસભા ચૂંટણીમાં દેશના યુવાનો સબબ શીખવશે. ભારત દેશના વીર સપુતો દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક કે જે દેશ માટે ગૌરવની વાત છે, આવા સૈન્યના પરાક્રમ અને શૌર્યના કાર્ય પર આ કોંગ્રેસ અને તેના મળતીયાઓ શંકા કરે છે તે ધૃણાસ્પદ બાબત છે અને કોંગ્રેસના આ કૃત્ય માટે દેશના યુવાનો આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો આપી જવાબ આપશે. રાજકોટના અંદાજે ૪૦૦૦થી વધુ યુવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટ લોકસભાની સીટમાં ભારે જ્વલંત બહુમતીથી કમળ ખીલશે તેની ખાત્રી અને વિશ્વાસ આ સંમેલન દ્વારા આપશે. આજે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમની પાંચ વર્ષની ખૂબ જ લોકકલ્યાણ, ભ્રષ્ટાચાર મુકત અને ભારતને વિશ્વમાં ગૌરવ અપાવનારી કામગીરીને કારણે મોદીજીને ફરીથી આ દેશના વડાપ્રધાન ચૂંટવા કમળના ચિહન ઉપર પોતાનંુ મતદાન કરીને ગૌરવાન્વીત થવાના છે.

નેહલ શુકલએ વધુમાં જણાવેલ છે કે, રાજકોટના ડોકટર, એન્જીનીયર, વકીલ જેવા ઉચ્ચ ડીગ્રી ધરાવતા યુવાનોથી લઈને સ્વરોજગારીવાળા યુવાનો, વેપારીઓ, નોકરી કરતા તથા પ્રથમ વખત પોતાનું મતદાન કરવા જઈ રહેલા યુવક-યુવતીઓ વિશાળ સંખ્યામાં મોદીજીને તેમજ વિજયભાઈ રૂપાણીને સમર્થન આપવા આ યુવા સંમેલનમાં એકઠા થવાના છે. યુવા શકિત એ જ રાષ્ટ્રની શકિત છે અને આ યુવા શકિત એ સંપૂર્ણ રીતે પોતાનું સમર્થન મોદીજીને આપેલુ છે. તેમના પાંચ વર્ષના શાસનકાળમાં ભારતની છેલ્લા ૫૦ વર્ષમાં ન થઈ હોય તેવી પ્રગતિ થઈ છે ત્યારે તેમને ફરીથી પાંચ વર્ષ માટે આ દેશનું સુકાન સોંપીને વિશ્વમાં ભારતને સુદ્રઢ બનાવી, દેશને સુજલામ સુફલામ બનાવશે અને છેવાળાના માનવીને ઉત્થાન આપી અને વિકાસયાત્રામાં સહભાગી કરવામાં આવશે તેવા સંપૂર્ણ વિશ્વાસ સાથે આ સંમેલન યોજાનાર છે.

સંમેલનને સફળ બનાવવા પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નેહલ શુકલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રદીપ ડવ, મહામંત્રીઓ પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા, ઉપપ્રમુખ અમીત બોરીચા, હિતેષ મારૂ, સતીષ ગમારા, સર્વેશ્વર ચૌહાણ, મંત્રી કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ, પુર્વેશ ભટ્ટ, કિશન ટીલવા, કોષાધ્યક્ષ હિરેન રાવલ, કન્વીનરો મીત મહેતા, હાર્દિક મોઢવાડીયા, સુનીલ માકાસણા, આનંદ જાવીયા, અશ્વિન રાખસીયા, પ્રિતેશ પોપટ, અર્જુન ઠાકુર, સુનીલ ગોહેલ, જયરાજસિંહ જાડેજા, વોર્ડ યુવા ભાજપના નાગજીભાઈ વરૂ, અશ્વિનભાઈ પાણખણીયા, ભાવેશભાઈ ટોયટા, આનંદ મકવાણા, ઉદય ચૌહાણ, બ્રિજરાજસિંહ જાડેજા, પરાગ કોટક, રવિભાઈ ન્યાલાણી, અમય નાંઢા, ચંદ્રેશ ભંડેરી, અજય લોખીલ, હિતેષભાઈ ગોહેલ, હેમાંગ પીપળીયા, હાર્દિક કુંગશીયા, જયેશભાઈ ભાનુશાળી, મીલન લીંબાસીયા, જીતુભાઈ ઝાપડીયા, રાજેન ત્રિવેદી, પ્રશાંત લાઠીગરા, વિજયભાઈ ચૌહાણ, જસ્મીન મકવાણા, રૂષભ દેસાઈ, અમીત રાજ્યગુરૂ, વિમલ ઠોરીયા, પ્રફુલ્લ ઘેડીયા, જય ગજેરા, સંજયભાઈ વાધર, શિવરાજસિંહ ઝાલા, ઉદયભાઈ પારસીયા, મૌલિકભાઈ કપુરીયા, જયેશ કુંભારવાડીયા, હાર્દિક ફળદુ, અનિરૂદ્ધ ધાંધલ, મહેશભાઈ રાઠોડ, મેહુલભાઈ જસાણી, જય બોરીચા, નિરવ રાયચુરા, કૌશલ ધામી, કેયુર મશરૂ, જયેશભાઈ બુસા, વિનોદ કુમારખાણીયા, પંકજભાઈ ચાંઉ, અમર સોલંકી, હિરેન સોજીત્રા, નાગજી રાદડીયા, મનોજભાઈ ચાવડા, જયપાલભાઈ ચાવડા, રાકેશ રાદડીયા, એલીશભાઈ રાઠોડ, હિતેશભાઈ ઢોલરીયા, શહેર યુવા ભાજપ પ્રભારી યુવરાજસિંહ ચુડાસમા, કૃણાલ દવે, મયંક કોટક, દીલીપ બોરીચા તેમજ પ્રજાપતી, કુલદીપસિંહ જાડેજા, વિશાલ માંડલીયા, પરેશ રબારી, જય શાહ, સચીન કોટક, હાર્દિક ટાંક, અમરદીપ બાલાસરા, હરેશ સબાડ, શૈલેષ હાપલીયા, શોભીત પરમાર, વિપુલ ડવ, નકુલ પટેલ, યુવરાજસિંહ જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:00 pm IST)