Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સ્વચ્છ રાજકોટની વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસમાં ગંદકીના થરઃએસીડ-ફીનાઇલમાં પાણીઃ જાગૃતિબેન ડાંગરનો આક્ષેપ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૩નાં ગુરૂપ્રસાદ ચોકમાં આવેલ વોર્ડ ઓફિસમાં આજે વોર્ડનાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા એકા એક સ્થળ મુલાકાત કરવામાં આવતા તંત્રની બેદરકારી ખુલ્લી હતી. આ અંગે જાગૃતિબેન ડાંગરે જણાવ્યુ હતુ કે, આજે વોર્ડ નં.૧૩ની ઓફિસમાં મૂલાકાત દરમિયાન તેના શૌચાલય, ટોયલેટમાં ગંદકીનાં ગંજ જોવા મળ્યા અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જયારે એસીડ-ફિનાઇલ બન્ને ચેક કરતા તેમાં પાણી જ હોજાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુ.કમિશ્નરને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

 

(3:59 pm IST)