Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મવડી ઓવરબ્રિજનું સોમવારે જનતા લોકાર્પણ

રાજકોટ તા.૧૩: શહેરીજનો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ મવડી ચોકડીએ નિર્માણ થઇ રહેલ ફલાય ઓવરબ્રીજ આવતા સપ્તાહ સુધીમાં ખુલ્લો મુકવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હવે સોમવારે જ આ બ્રિજનું જનતા લોકાપર્ણ કરવાની જાહેરાત મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ કરી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ  મવડી ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે ત્યારે આવતા સપ્તાહ સુધીમાં  લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ હોય લોકોના ઉપયોગ માટે કોઇપણ જાતના ઉદઘાટન સમારોહ વગર જ  હવે સોમવારે મવડી બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવાશે  તંત્રનાં સુત્રોએ જણાવ્યુ હતુે

નોંધનિય છે કે, ૫૬૯ મી. લંબાઈના આ ઓવરબ્રિજનું કામ અંદાજે રૂ.૩૨ કરોડના ખર્ચે પૂર્ણ થશે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઓમનગર ચોક થી ઉમિયા ચોક તરફ આર.કે. એમ્પાયર બિલ્ડીંગ પાસે આ બ્રિજ પૂર્ણ થાય છે. આ બ્રિજમાં પ્રત્યેક લેનની પહોળાઈ ૮.૪૦ મીટરની છે. તે મુજબની  ચાર લેનમાં આ બ્રિજ તૈયાર થઇ રહ્યો છે. આ બ્રિજમાં ૨૮ આર.સી.સી. પીઅર, ૮૪ આર.સી.સી. ગર્ડર તથા ૨૮ આર.સી.સી. ડેકસ્લેબ મુકવામાં આવેલ છે. આ બ્રિજની સૌથી અગત્યની એવી મેઈન સ્પાન પી.એસ.સી. બોકસની કામગીરી પણ પૂર્ણ થયેલ છે. બ્રિજની બન્ને બાજુની રિટેનિંગ વોલમાં DBM તેમજ સ્લેબ પર BCની કામગીરી પણ  પૂર્ણ થયેલ છે. અને સ્લેબ પર માસ્ટીક આસ્ફાલ્ટની કામગીરી પુર્ણ થઇ છે. અન્ય અંડરસ્પેસ ડેવલપમેન્ટ, કલર કામ તેમજ બાકી રહેલ કોન્ક્રીટની કામગીરી પણ પૂર્ણ થયેલ છે અને તેમજ કોન્ક્રીટને કયોરિંગ પીરિયડ ધ્યાનમાં લેતા, ફલાય ઓવરબ્રિજની સંપૂર્ણ પૂર્ણ થઇ છે અને હવે આ બ્રીજ ખુલ્લો મુકાયા બાદ મવડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ જશે.

મવડી ચોકડી બ્રીજની ટેકનીકલ વિગતો

* ૩૨ કરોડનો ખર્ચ* ૮.૪૦ મી. પહોળાઇ* ૫૬૯ મી.લંબાઇ*૨૮ પીયર* બ્રીજનુ કામ ત્રણ મહીના મોડુ પૂર્ણ થયુ* કોન્ટ્રાકટરને કામમાં ઢીલાશ અંગે ૧૦ લાખનો દંડ થયો છે.

(3:53 pm IST)