Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કર્મચારીની ચડત પગાર ૧૮ લાખ ૪૨ હજાર વસુલવા રજીસ્ટર સહકારી મંડળી વિરૂદ્ધ કોર્ટનું જંગમ વોરંટ

રાજકોટ તા.૧૩: રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ વિરૂદ્ધ કર્મચારીને ચડત પગાર રૂ. ૧૮,૪૨,૦૫૧/- જંગમ વોરંટ દ્વારા વસુલ કરવા માટે સીવીલ અદાલતે આદેશ આપ્યો હતો.

રાજકોટ શહેરમાં બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમં મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી તરીકે ફરજ બજાવતા શ્રી ભવાનભાઇ પોપટભાઇ મેંદપરાની તરફેણમાં સને-૨૦૦૩માં ચુકાદો આવેલ જેના અનુસંધાને આ કર્મચારીની જન્મ નોંધમાં સુધારો સેવાપોથીમાં કરવામાં આવેલ અને સરકારશ્રીએ જન્મતારીખ સુધારવાની ન્યાયીક ચુકાદો જે તે વખતના અધિકારીએ માન્ય રાખેલ જેથી આ કર્મચારીને અદાલતના હુકમ અનુસાર તા. ૩૦-૦૯-૨૦૧૮ના રોજ નિવૃત કરવાના હતા.

આ કર્મચારીને ગાંધીનગરના મદદનીશ રજીસ્ટ્રાર( મહેકમ) સહકારી મંડળીઓ દ્વારા કરેલ હુકમ અનુસાર તા. ૩૦-૬-૨૦૧૬ના  કચેરી સમય બાદ સરકારી સેવામાંથી ફરજ મુકત કરવાનો હુકમ અદાલતના ચુકાદા વિરૂદ્ધ કરીને જેઓને ફરજ મુકત કરવામાં આવેલ.

આ કર્મચારીને બે વર્ષ અગાઉ નિવૃત કરવાના હુકમને કારણે આ કર્મચારીને બે વર્ષનો ચડત પગાર તથા સરકારશ્રી તરફથી મળવા પાત્ર લાભોથી વંચિત રહેતા અને અન્યાય થતા હુકમનામાની અમલવારી કરવા માટે કર્મચારીએ નામ. અદાલતમાં દરખાસ્તની કાર્યવાહી કરેલ હતી.

આ કર્મચારીને ત્વરીત ફરજ ઉપર લેવાનો હુકમ કરવામાં આવેલ. પરંતુ સરકારરીની વિલંબભરી નીતિ અને ચુકાદાની અવગણના કરવાની મનોવૃતિ સાથે ' રાજ્યસેવકો' આ કર્મચારીને ખોટા દાવાદુણીમાં ઉતારીને હુકમનામાની અમલવારી કરેલ નહી અને આ કર્મચારીને વય નિવૃતિના એક અઠવાડિયા અગાઉ ફરજ ઉપર લેવામાં આવેલ.

સરકારી અધિકારીઓે હુકમનામાનું અર્થઘટન મનસ્વી રીતે કરીને '' નો વર્ક નો પે '' ના સિદ્ધાંત અનુસાર કર્મચારીને પગારની ચુકવણી કરવામાં આવેલ નહી.

આથી કર્મચારીએ આશરે બે વર્ષના ચડત પગાર રૂ. ૧૮,૪૨,૫૦૧/- ની માંગણી સાથે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં સીનીયર સીવીલ જજ શ્રી એમ.વી.ચૌહાણે કર્મચારીની ન્યાયીક રજુઆત વ્યાજબી જણાતા અને સરકારશ્રી તરફે ઉઠાવેલ વાંધાઓમાં કોઇ તથ્ય ન હોય જેથી ચડત પગારની વિગતો રજુ કરવામાં આવેલ. જે રૂ. ૧૮,૪૨,૫૦૧/- વસુલ કરવા માટે જંગમ વોરંટ ઇશ્યુ કરવાનો આદેશકરવામાં આવેલ છે.

આ કામમાં કર્મચારી વતી એડવોકેટ દરજ્જે શ્રી લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ. શાહી કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ તથા નિશાંત જોષી રોકાયેલ હતા.

(3:51 pm IST)