Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ચેક રિટર્ન કેસમાં મહિલા આરોપીને થયેલ સજાના હુકમને કાયમ રાખતી અપીલ કોર્ટ

રાજકોટઃ ચેક પાછો ફરવાના કેસમાં આરોપી લતાબેન પરેશભાઇ ગોરવાડીયા સામે ફરીયાદીએ કરેલ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ૧૩૮ મુજબની ફરીયાદમાં આરોપીને (એક )વર્ષની સાદી કેદની સજા નીચેની અદાલતે ફરમાવેલ તે હુકમ સામે આરોપીને ઉપલી અદાલતમાં અપીલ કરેલ જેમાં સેશન્સ અદાલતે નીચેની અદાલતનો સજાનો હુકમ કાયમ રાખેલ છે.

આ કેસની હકીકત ટૂંકમાં નીચે મુજબ છે.  આ કામના ફરીયાદી પ્રવિણભાઇ બચુભાઇ ચડોતરા, રહે રાજકોટ વાળાએ આ કામના આરોપી લતાબેન પરેેશભાઇ ગોરવાડીયા, રહે. રાજકોટ વાળાને તથા આરોપીના પતિ પરેશભાઇ ગોરવાડીયાને સંયુકત રીતે સંબંધના દાવે રૂ. ૮,૦૦,૦૦૦/- અંકે રૂપિયા આઠ લાખ પુરા હાથ ઉછીના આપેલા જે અંગે આ કામના આરોપી તથા આરોપીના પતિએ સંયુકત રીતે ફરીયાદીના નામ જોગ પ્રોમીસરી નોટ લખી આપેલ હતી.

ત્યારબાદ આરોપીએ ફરીયાદીની લેણી રકમ પરત ચુકવવા માટે આરોપીએ તેઓની બેંક ફેડરલ બેંક, રાજકોટનો ચેક રૂ. ૮,૦૦,૦૦/-નો ફરીયાદીના નામ જોગ ચેઇ પેઇનો ચેક આપેલ. સદરહું ચેક ડ્રોઅર સીગ્નેચર ડીફરના શેરા સાથે પરત ફરેલ હતો.

ફરીયાદીએ પોતાના વકીલ શ્રી મારફત રાજકોટ નામ. કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, ૧૩૮ અન્વયે ફરીયાદ દાખલ કરેલ જે કેસ ચાલી જતા રાજકોટ કોર્ટ આ કામના આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારેલ છે. વધુમાં આરોપી વિરૂદ્ધ એવો પણ હુકમ કરેલ છે કે સદરહું ફરીયાદીની લેણી રકમ ૬૦ દિવસમાં વળતર તરીકે ચુકવી આપવી જો આરોપી સદરહંુ રકમ ન ચુકવે તો બે માસની સાદી કેદની સજા ભોગવવાનો તા. ૪-૧-૧૮ના રોજ હુકમ ફરમાવેલ.

સદરહંુ હુકમ સામે આરોપીએ સેશન્સ અદાલતમાં અપીલ કરેલ તે કામમાં સેશન્સ જજ શ્રી .એચ.બી. ત્રિવેદીએ તા. ૮-૪-૧૯ના રોજ હુકમ ફરમાવી નીચેની અદાલતના હુકમમાં વળતરની રકમ રૂ. ૮,૦૦,૦૦૦/- ને બદલે રૂ. ૫,૦૦,૦૦૦/- ચુકવવા પુરતો ફેરફાર કરી બાકીનો નીચેની અદાલતનો હુકમ કાયમ કરી આરોપીને હુકમની તારીખથી ૧૫ દિવસની અંદર નીચેની અદાલતમાં સરંડર થવું તેમ કરવામાં આરોપી નિષ્ફળ જાય તો ટ્રાયલ કોર્ટને પકડ વોરંટના આધારે પકડી મંગાવી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવાની છુટ રહેશે તેવો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી વતી વકીલ શ્રી વિજય સી. ભાવસાર, નૃપેન વી. ભાવસાર તથા રાજ વી. ભાવસાર રોકાયેલ હતા.

(3:49 pm IST)