Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કાલાવડ રોડ હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં ચબુતરાની જમીનની માલીકી નકકી થાય ત્યાં સુધી કબુતરાઓને સુખેથી ચણવા દયોઃ રાજુ જુંજા

રાજકોટઃ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી સામેના વિવાદીત પ્લોટમાં છેલ્લા ૩૦ વર્ષ થી કબૂતરો ચણ ચણે છે, શહેરના સેંકડો જીવદયાપ્રેમીઓ ચણ નાખી જાય છે, છેલ્લા કેટલાક દિવસોથી આ કિંમતી પ્લોટ પર કોઈની નજર પડી હોય એમ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટાફ ને આગળ ધરી અહીં ચણ નાખવા આવતા જીવદયાપ્રેમીઓને અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગઇ કાલે સાંજે કોર્પોરેશન સ્ટાફે આ વિવાદ વાળી જગ્યામાં કમ્પાઉન્ડ વોલ કરવા માટે આવેલા ત્યારે જીવદયાપ્રેમીઓ ભેગા થઇ અને આ જમીનના મૂળ માલિક પ્રવિણભાઇ પરસાણા ને પણ બોલાવ્યા હતા અને આ જમીનની માલિકી હક્ક બાબતે કેસ ચાલુ  ત્યાં સુધી આ પ્લોટની માલીકી પૂરવાર ન થાય ત્યાં સુધી મૂંગા પંખી કબુતરોને ચણવા દેવા જોઈએ એવી ઉપસ્થિત જીવદયાપ્રેમીઓએ લાગણી વ્યકત કરી હતી. કલાકો સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની રાહ જોવા છતાં તેઓ ન આવતા કોન્ટ્રાકટર અને વિજીલન્સની ટીમ જતી રહી હતી. ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી ની માલીકી ન હોવા છતાં પ્લોટ ઉપર કબજો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેની સામે જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે, તેમં સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજા અને કિશોરભાઈ સગપરીયાની યાદીમાં જણાવાયું છે. તસ્વીરમાં ચબુતરાનાં સ્થળે ઉપસ્થિત રાજુભાઇ જુંજા સહીતનાં જીવદયાપ્રેમીઓ દર્શાય છે. તથા સ્થળ પર ઉપસ્થિત કોર્પોરેશનનાં વિજીલન્સ પોલીસ દર્શાય છે.

(3:49 pm IST)