Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

રઘુવંશી પરીવાર દ્વારા કાલે રામજન્મોત્સવ

જાગનાથ મંદિર ચોકમાં દિવ્ય આયોજનઃ બપોરે રામ જન્મના વધામણાઃ સાંજે બાળકો અને બહેનો માટે વિવિધ હરીફાઇઃ સાંજે મહાઆરતી-ફળાહાર

રાજકોટ, તા., ૧૩: કાલે ચૈત્ર સુદ ૯ ને રવિવારના રઘુવંશી સમાજના આરાધ્ય ભગવાનશ્રી રામચંદ્રજીના જન્મદિવસની ઉજવણીનું રઘુવંશી પરીવાર દ્વારા જાગનાથ મંદિર ચોકમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જેના ભાગ રૂપે સવારે ૯ કલાકે જાગનાથ મંદિર ચોકના પરીસરમાં રામભકત નવદંપતીઓને સંકિર્તન મંદિરના શ્રી હરીશભાઇ શાસ્ત્રીજીના શુભ હસ્તે પૂજન-અર્ચન કરાવવામાં આવશે. ત્યાર બાદ બપોરે ૧ર કલાકે રામજન્મના વધામણાં અબિલ ગુલાબની છોળો તથા રંગબેરંગી ફુલોની વર્ષોથી કરવામાં આવશે.

અવધમે આનંદ ભયો, જય કૌશલ્યા લાલ કીના નાદથી સમગ્ર પરીસર ગુંજી ઉઠશે તેમજ ભગવાનને પંજરી-મીસરી તથા મેવાનો ભોગ ધરાવવામાં આવશે.

રઘુવંશી પરીવાર મહિલા સમીતી દ્વારા બપોરે ૪ થી ૭ કલાક સુધી બાળકો માટે વેશભુષા હરીફાઇ, આરતી સુશોભન સ્પર્ધા, બહેનો માટે અલગ-અલગ પ્રાંતની સાડી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર સ્પર્ધામાં ભાગ લેવા માટે બહેનોએ મોબાઇલ નં. ૭૦૧૬૮ ૬૮૮ર૯ અથવા ૯૮૭૯૧ ૯૧૧૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મહિલા સમીતીના અગ્રણીઓ, મનીષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂબેન ચંદારાણા, શિતલબેન બુધ્ધદેવ, પ્રીતીબેન પાંઉ, જાગૃતીબેન ખીમાણી, કિરણબેન કેસરીયા, દિવ્યાબેન સાયાણી, કિરણબેન વિઠલાણી, કીર્તીબેન દાવડા, ઇલાબેન પંચમતીયા,તૃપ્તીબેન નથવાણી, બિજલબેન ચંદારાણા, સુનીતાબેન ભાયાણી, રીમાબેન મણીયાર, શિતલબેન નથવાણી, અમીબેન સેદાણી, હિરલબેન તન્ના તથા ડોલીબેન નથવાણી કાર્યરત છે.

સાંજે ૭ કલાકે રઘુવંશી સમાજના અગ્રણીઓ, મોભીઓ, વડીલો તેમજ  આગેવાનો દ્વારા રામભકતોની હાજરીમાં મહા આરતી કરવામાં આવશે ત્યાર બાદ ફળાદાર (પ્રસાદ)ની વ્યવસ્થાકરાશે.

આયોજનને અવિસ્મણીય બનાવવા પરીવારના મોભીઓ હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, પરેશભાઇ વિઠલાણી, જયેષ્ઠારામભાઇ ચતવાણી, જનકભાઇ કોટક, સુરેશભાઇ ચંદારાણા, નીતીનભાઇ રાયચુરા, હરીશભાઇ લાખાણી,  શૈલેષભાઇ પાબારી, રાકેશભાઇ પોપટ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, ધર્મેન્દ્રભાઇ મીરાણી, અજયભાઇ કારીયા, પ્રકાશભાઇ સોમૈયા, નીતુભાઇ ઠક્કર, કેતનભાઇ પાવાગઢી, જયંતભાઇ સેજપાલ,  જીતુલભાઇ કોટેચા, મનુભાઇ જોબનપુત્રા,પરેશભાઇ પોપટ, કમલેશભાઇ લાલના માર્ગદર્શન  હેઠળ યુવા ટીમના કલ્પેશભાઇ તન્ના, વિપુલભાઇ મણીયાર, કલ્પેશભાઇ બગડાઇ, કૌશીકભાઇ માનસતા, મેહુલભાઇ નથવાણી, મયંકભાઇ પાંઉ, રાજુભાઇ પોપટ, ઉમેશભાઇ સેદાણી, વિમલભાઇ વડેરા, અશ્વીનભાઇ જોબનપુત્રા, હાર્દિકભાઇ રૂપારેલ, જતીનભાઇ દક્ષીણી, પિન્ટુભાઇ માણેક, મયુરભાઇ અનડકટ, સમીરભાઇ રાજાણી, કીરીટભાઇ કેસરીયા, અશ્વીનભાઇ બુધ્ધદેવ, અમીતભાઇ અઢીયા, ધર્મેન્દ્રભાઇ ચંદારણા, મનોજભાઇ ચતવાણી,  ભરતભાઇ જલીયાણ, ધવલ પાબારી, હીરેનભાઇ કારીયા, વિપુલભાઇ કારીયા, કુણાલભાઇ માનસતા, મોહીતભાઇ નથવાણી, તેમજ કાર્યાલયના કાનાભાઇ  ઉઠાવી રહયા છે.

આ મહોત્સવની વધુ વિગત માટે રઘુવંશી પરીવાર મધ્યસ્થ કાર્યાલય જાગનાથ મંદિર ચોક, યાજ્ઞીક રોડ રાજકોટ ખાતે સંપર્ક કરવો અથવા મોબાઇલ નં. ૯૮ર૪૪ ૦૦૦૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:48 pm IST)