Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન પ્રસંગે

જૈન વિઝન આયોજીત ભકિતસંગીતના કાર્યક્રમની મુકત કંઠે પ્રસંશા કરતાં જૈન અગ્રણીઓ

રાજકોટ, તા. ૧૩: પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અતર્ગત જૈન વિઝન દ્વારા આયોજીત*.. આવો રે આવો મહાવીર નામ લઈએ ભકિત સંગીતનું છેલ્લા પાંચ વર્ષથી અદ્બુત આયોજન કરેલ અને આ વર્ષે પણ આ સંસ્થા સુંદર આયોજન સતત છઠઠા વર્ષે કરવા જઈ રહી છે. તા.૧૬ ને મંગળવારે સમય સાંજે ૮ કલાકે, મહાવીરનગરી બાલ ભવન (ઓડિટોરિયમ) રેસકોર્સ, ખાતે ના જૈન સમાજના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અગ્રણીઓ સહિત અબાલ-વૃદ્ઘે આયોજકોની પ્રશંસા કરી બિરદાવેલ.

મુર્તિ પૂજક તપગચ્છ દાદાવાડી જૈન દેરાસરના ધર્મપ્રેમી પ્રમુખ જીતુભાઈ ચા વાળાએ પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યુ કે છેલ્લા પાંચ વર્ષથી આયોજકોએ બહુજ ટુકાગાળામાં અદ્બુત ભકિત સંગીતનું આયોજન કરી ઉપસ્થિત હજારો મહાવીર પ્રેમીઓના મન મોહીલે લીધેલ છે.

સ્થાનકવાસી જૈન મોટા સંદ્યના પ્રમુખ ઈશ્વરભાઇ દોશી તથા દાનવીર જીતુભાઈ બેનાણીએ કહયુકે યુવાનોનો જોમ અને જુસ્સો જબરજસ્ત હોય છે.

શીક્ષણવિદ વી.વી.પી. કોલેજના અપૂર્વ મણિયારે જણાવેલ કે બસ્સો-પાંચસો રૂપિયાની ટીકીટ લઈને જઈએ તો પણ ભગવાનની ભકિત સંગીતનો કાર્યક્રમ સાંભળવા ન મળે તેવો આ કાર્યક્રમ છે.

અખિલ ભારતીય જૈન એડવોકેટ ફોરમના સદસ્ય કમલેશભાઈ શાહ તથા રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિલભાઈ દેસાઇ એ સંયુકત પણે જણાવેલ કે આયોજન શિસ્તબદ્ઘ હોય છે. અપેક્ષા કરતાં પણ દર્શકોનો દ્યસારો વધી જાય છે. ત્યારે આયોજકોએ ઉપસ્થિત સૌ ભાવિકો માટે ભકિતસંગીતનો લ્હાવો લઈ શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરી આપે છે.

જૈન અગ્રણીય નીતીનભાઈ કામદારે જણાવ્યુ કે ભકિત સંગીતના કાર્યકરમમાં યુવાનોની મહેનત જહેમત ઝળકતી અને ધબકતી દેખાઈ છે. કાર્યક્રમ અનુમોદનીય હોય છે.

જૈન સમાજના ચારેય ફિરકાઓના એકતાના હિમાયતી અને મામાના હુલામણા નામથી જાણીતા સ્વ.નરેન્દ્રભાઈ પારેખ કે જેઓએ ભકિત સંગીતના સુંદર કાર્યક્રમ કરવા પ્રેરણા તેમજ બળ આપેલ તેઓના પણ અંતરિક્ષમાથી અવિરત આશીર્વાદ નો  ધોધ વરસતો હોય તેવી લાગણી આયોજકો અનુભવી રહ્યા છે.

ચંદ્ર્કાંતભાઈશેઠ,પોતાનો પ્રતીભાવ આપતા જણાવ્યુ કે દરેક વર્ષે આવા સુંદર મજાના કાર્યક્રમોમાં માત્ર સહયોગ નહીં પરંતુ સમગ્ર આયોજનમાં તન-મન-ધનથી સહભાગી થશુ.

મહિલામંડળના સુલોચનાબેન ગાંધી તથા રત્નાબેન કોઠારીએ કહ્યુંકે ભકિત સંગીત નો કાર્યક્રમ એટલો સુંદર હોય કે અબાલ-વૃદ્ઘ સૌને ભકિતરસમાં તરબોળ કરી દીધેલ.

શાસનપ્રેમી ડોલરભાઇ કોઠારી, અનિષભાઈ વાધર અને હિતેષભાઇ મહેતા પરિવાર એ ભકિત સંગીતના પ્રસંગને વાગોળતા કહ્યુંકે કલાકારોએ રજૂ કરેલી એક એક રચના-સ્તવન હજુ પણ માનસપર ઉપર છવાયેલા છે.

     નવકાર મંડળના પ્રતાપભાઈ વોરાએ જણાવ્યુ કે જૈન શાસ્ત્રોમાં શાસન પ્રભાવનાના અનેક માધ્યમો વર્ણવેલ છે. તેમાં સ્તવન-ગીત-સંગીત પણ ધર્મ પમાડવાનું તેમજ જિન શાસનને જીવંત રાખવાનું માધ્યમ છે. ભકિત સંગીતનો કાર્યક્રમ નિહાળતા એવો ભાવ થતો હતો કે જાણે મેરુપર્વતના નંદનવન ઉધાનમાં બેઠા હોઈએ તેવો અનુભવ થાય છે.

જૈન અગ્રણી ગિરીશભાઈ ખારા, અજરામર સંદ્યના મધુભાઈ ખંધાર, તથા ગોંડલ નવાગઢ જૈન સંદ્યના પ્રવીણભાઈ કોઠારી, જયેશભાઇ શાહ, દર્શનભાઇ શાહ, પૂર્વીબેન શાહ, હિનાબેન દવે (કામદાર) હિતનાએ એક સૂરમાં ભકિતસંગીતનો કાર્યક્રમ અદભૂત હોય છે.

દામિનીબેન પિયુષભાઈ કામદાર તથા પ્રિતીબેન સુનિલભાઈ શાહ નામના ગૃહિણીએ સયુંકતપણે જણાવ્યું કે ભકિત સંગીતનો કાર્યક્રમ સૌને ભાવવિભોર કરી દે છે જયારે સ્તવનકારો સ્તવન રજૂ કરે છે ત્યારે હજારો લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે તાલમાં તાલ મેળવે છે તે દર્શનીય હોય છે.

માત્ર આઠ વર્ષની રિશીકા ઋષભભાઇ શેઠે પોતાની કાલિદ્યેલી ભાષામાં પ્રતીભાવ આપતા જણાવ્યું કે હું તો ખુબજ ભાગ્યશાળી છુ કે ભકિત સંગીતનો કાર્યક્રમ પરિવાર સાથે માહોલ માણ્યો સંગીતપ્રેમી દીપ્તિબેન વિમલભાઈ ધામી તેઓના પ્રતિભાવ આપતા જણાવ્યું કે મિલન કોઠારી તથા તેની ટીમે સુંદર આયોજન કરી જૈન સમાજનું મન મોહીલે છે.

આ કાર્યક્રમને સફળ બનાવા ટીમ  જૈન વિઝનની લેડિઝ જેન્ટસ કમિટી મેમ્બરો  જહેમત ઉઠાવી રહ્યા છે. તથા આ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે જૈન સમાજ અને જૈનેતરોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અન્ય વિશેષ આકર્ષણો પણ રાખવામાં આવશે.

(3:47 pm IST)