Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કાલે નળ નહિ આવે એ મને કેમ ન કહ્યું...પુછતાં પ્રફુલાબેનની પડોશી સંજયએ ધોલધપાટ કરી

રણુજા મંદિર પાસે પટેલ પાર્કમાં બનાવઃ દરજી મહિલા હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૩: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે પટેલ પાર્કમાં રહેતાં પ્રફુલાબેન અશ્વિનભાઇ હિંગુ (ઉ.૫૩) નામના દરજી મહિલાને પડોશમાં રહેતાં સંજય નામના શખ્સે ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના થોભણભાઇ અને દિપસિંહ ચોૈહાણે આજીડેમ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

પ્રફુલાબેનના કહેવા મુજબ આવતીકાલે નળ નહિ આવે તેની જાણકારી વાલ્વ ખોલવાવાળો ભાઇ સંજયના માતાને કહી ગયો હતો. આ વાતની પોતાને ખબર નહોતી. આથી તે સંજયને પુછવા ગયા હતાં કે નળવાળો તારા બાને કહી ગયો, મને એ વાત કેમ ન કરી? આથી સંજય ઉશ્કેરાઇ ગયો હતો અને ધોલધપાટ કરી હતી.

લીમડા ચોકમાં છાંયાને ભારતીએ ઘુસ્તા પાટા માર્યા

ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતી છાંયાબેન હુશેન મરાઠી (ઉ.૩૦) લીમડા ચોકમાં મોમાઇ હોટલ પાસે હતી ત્યારે ભારતી નામની મહિલાએ ઝઘડો કરી ઘૂસ્તા પાટાનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. જો કે પોલીસ આવે એ પહેલા તેણી રજા લઇ જતી રહી હતી.

(3:46 pm IST)