Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

પંચનાથ પ્લોટમાં વૃધ્ધના ઘરમાં જૂગારનો દરોડોઃ પાંચ મહિલા સહિત સાત પકડાયા

ક્રાઇમ બ્રાંચે રૂ. ૬૪,૯૭૦ની રોકડ કબ્જે કરીઃ વ્યકિત દિઠ સો-સો રૂપિયા લઇ તિનપત્તી રમવાની ગોઠવણ કરી આપતાં

રાજકોટ તા. ૧૩: પંચનાથપ્લોટ-૧૬માં ઉમંગ ફલેટમાં પહેલા માળે રહેતાં જયકિશનભાઇ વલ્લભભાઇ રૂપારેલ (ઉ.૮૫) નામના વૃધ્ધના ઘરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેને તથા એક યુવાન તથા પાંચ મહિલા સહિત સાતને તિનપત્તીનો જૂગાર રમતાં ઝડપી લીધા હતાં.

પીએસઆઇ પી.એમ. ધાખડા, હરદેવસિંહ જાડેજા અને ટીમે દરોડો પાડી ઘરધણી જયકિશનભાઇ તથા નિલેષ જગદીશભાઇ દાણીધારીયા (ઉ.૨૬-રહે. પુનિતનગર વાવડી), ગીતાબેન નિતીનભાઇ જોબનપુત્રા (ઉ.૫૨-રહે. રણછોડનગર-૧૦), હર્ષાબેન ચંદ્રકાંતભાઇ કોટક (ઉ.૪૦-રહે. આસ્થા ફલેટ બ્લોક ૧૫૮, અયોધ્યા ચોક), ભાવનાબેન દિનેશભાઇ પીઠડીયા (ઉ.૪૬-રહે. મારૂતિનગર કુવાડવા રોડ), હંસાબેન હરીશભાઇ સોલંકી (ઉ.૩૮-રહે. આસોપાલવ સોસાયટી, કોઠારીયા રોડ) અને અનિષાબેન અનિલભાઇ કોટક (ઉ.૬૦-રહે. મનહરપ્લોટ-૫, રાધે એપાર્ટમેન્ટ)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૬૪૯૭૦ કબ્જે લીધા હતાં.

વૃધ્ધ તેમના પત્નિ સાથે એકલા રહેતાં હોઇ ઘરમાં ચહલ પહલ રહે તે માટે બહારથી લોકોને બોલાવી જૂગાર રમવાની વ્યવસ્થા કરી આપતાં હતાં અને વ્યકિત દિઠ સો-સો રૂપિયા લેતાં હતાં. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ.ગઢવીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી.

(3:46 pm IST)