Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કાલે આંબેડકરજીની જન્મજયંતિ : રેલ્વેના કર્મચારીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ

ઓલ ઈન્ડિયા એસ.સી., એસ.ટી. રેલ્વે એમ્પ્લોઈઝ એસો. દ્વારા પારિવારિક માહોલમાં આયોજન : બાળકો રજૂ કરશે વિવિધ કૃતિઓ

રાજકોટ, તા. ૧૩ : ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીની આવતીકાલે ૧૨૮મી જન્મજયંતિ નિમિતે ઓલ ઈન્ડિયા શેડયુલ્ડ કાસ્ટ એન્ડ શેડ્યુલ્ડ ક્રાઈબ રેલ્વે એમ્પ્લોઈઝ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના કોઠી કમ્પાઉન્ડમાં રેલ્વે ઈન્સ્ટીટયુટ ખાતે આવતીકાલે તા.૧૪ના રવિવારે સાંજે ૭ વાગ્યાથી કર્મચારીઓ અને તેના પરીવારજનો માટે આયોજીત આ કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પ્રવચભન, બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. રેલ્વે કર્મચારીઓ ડો. આંબેડકરજી વિશે પોતાની વિચારધારા રજૂ કરશે.આયોજનને સફળ બનાવવા ઓલ ઈન્ડિયા શેડયુલ્ડ કાસ્ટ એન્ડ શેડયુલ્ડ ક્રાઈબ રેલ્વે એમ્પલોઈઝ એસો.ના પ્રેસીડેન્ટ શ્રી કે. એલ. વાઘેલા, ડિવીઝનલ સેક્રેટરી બી. આર. સરગરા, ટ્રેઝરર શ્રી ગૌતમ ચૌહાણ, ડિવીઝનલ સંગઠન મંત્રી શ્રી યશવંત રાઠોડ, શ્રી યોગેશભાઈ રાઠોડ, શ્રી વિજયભાઈ જાદવ, શ્રી મહેશભાઈ કડવાતર, શ્રી નમોનારાયણ મીણા, શ્રી અજય રાઠોડ, શ્રી એમ. એલ. બેરવા, શ્રી ભારતી, સંગઠનમંત્રી જયોત્સનાબેન મકવાણા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:42 pm IST)