Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ખાડો ખોદે તંત્ર અને મરો મૂંગા પશુઓનોઃ એરપોર્ટ રોડ ઉપર ખાડામાં ગાય પડીઃ લતાવાસીઓએ બચાવી

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના તંત્ર વાહકો શહેરના રાજમાર્ગો ઉપર આડેધડ ખોદ કામ કરી રહ્યા છે.પરિણામે રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ મુંગા પ્રાણીઓના જીવનુ જોખમ થઇ જવાની સ્થીતી સર્જાઇ રહી છે. શહેરના વોર્ડ નં. -પમાં આવેલ એરપોર્ટ રોડ ઉપર તંત્ર વાહકોએ મોટા ખાડાઓ ખોદયા છે તેમાં પણ સ્થીતી સર્જાઇ છે. ખાડા આસ-પાસ કોઇ આડસ નહી રાખવામાં આવતા આ ઉંડા ખાડામાં ગાય પડી ગઇ હતી જો કે આસપાસના લતાવાસીઓનું ધ્યાન પડી જતા લતાવાસીઓએ આ ગાયને બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. દરમિયાન ખાડો ખોદનાર તંત્ર કે કોન્ટ્રાકટરોની આ પ્રકારની બેદરકારી સામે લોકરોષ ફેલાયો છે અને ખાડા ખોદયા બાદ ચેતવણીના બોર્ડ કે આડસ લગાવવા ઉગ્ર માંગ ઉઠી રહી છે.

(3:37 pm IST)