Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

શહેર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડએ કર્યુ પોસ્ટલ મતદાનઃ કાલે અને સોમવારે રૂરલ પોલીસનો સ્ટાફ તથા એસઆરપી જવાનો મતદાન કરશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એસઆરપી જવાનો અને હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં હોઇ મતદાન ન કરી શકતાં હોવાથી તેમના માટે આજથી ત્રણ દિવસ માટે પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા ગોઠવાઇ હતી. તે અંતર્ગત આજે સવારે ૧૦ થી સાંજના ૫ સુધી પોલીસ હેડકવાર્ટર તાલિમ ભવન ખાતે શહેર પોલીસ કમિશનર કચેરીના સ્ટાફ, પોલીસ હેડકવાર્ટરના સ્ટાફ, શહેરના તમામ પોલીસ સ્ટેશનોના સ્ટાફ અને જીલ્લા હોમગાર્ડ કચેરીના તમામ હોમગાર્ડ માટે પોસ્ટલ બેલેટ મતદાન કાર્યક્રમ રખાયો હતો. જેમાં સવારે સાડા દસથી પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો મતદાન કરવા ઉમટી પડ્યા હતાં. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. આવતી કાલે રવિવારે સવારે ૧૦ થી ૫ સુધી મવડી પોલીસ હેડકવાર્ટર ખાતે રાજકોટ ગ્રામ્ય ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સમાવીષ્ટ તમામ પોલીસ સ્ટાફ તથા પોલીસ અધિક્ષક કચેરીના સ્ટાફ માટે મતદાન યોજાશે. એ જ રીતે સોમવારે ૧૫મીએ સવારે ૧૦ થી સાંજના ૫ સુધી એસઆરપી ગ્રુપ-૧૩ ઘંટેશ્વર ખાતે એસઆરપી ગ્રુપ-૧૩ના તમામ સ્ટાફ માટે મતદાન થશે. આજના પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ માટેના મતદાનમાં ૧૬૦૦ના સ્ટાફ દ્વારા મતદાન થવાનું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)