Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

છુટાછેડા બાદ ચિંતામાં ગરક કુંભાર મહિલા ભાવનાબેને ઝેરી દવા ગટગટાવી

રાણાકંડોરણા માવતર ધરાવતી મહિલા હાલ રૈયા ચોકડી નજીક એકલી રહે છે

રાજકોટ તા. ૧૩: પતિ સાથે ચાર મહિના પહેલા છુટાછેડા થયા બાદ રૈયા ચોકડી નજીક મોદી સ્કૂલની સામેના ભાગે ભાડાના મકાનમાં એકલી રહેતી સોરઠીયા પ્રજાપતિ મહિલાએ વહેલી સવારે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. છુટાછેડા બાદ ચિંતામાં રહેતી હોઇ આ પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ છે.

ભાવનાબેન દેવજીભાઇ જાદવ (ઉ.૩૮) નામના કુંભાર મહિલાના લગ્ન સતર વર્ષ પહેલા રાજકોટના જીતેન્દ્ર ટાંક સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાલમાં જીતેન્દ્ર ટાંક મવડી ચોકડીએ રહે છે અને મિસ્ત્રી કામ કરે છે. ભાવનાબેનના પિતા દેવજીભાઇ રણછોડભાઇ જાદવ રાણાકંડોરણા રહે છે. પતિ-પત્નિ વચ્ચે મનમેળ ન થતાં ચાર મહિના પહેલા જ બંનેએ છુટાછેડા લીધા છે. બંને સંતાનનો કબ્જો પિતા જીતેન્દ્ર ટાંકને સોંપાયો છે. છુટાછેડા બાદ પણ જીતેન્દ્ર પૂર્વ પત્નિ ભાવનાને ત્યાં આવ-જા કરતો હતો. ગઇકાલે  સંતાનો સાથે તેણીએ મુલાકાત પણ કરી હતી. આજે વહેલી સવારે તેણીએ અચાનક ઝેર પી લેતાં તેના ભાઇ સહિતને જાણ થતાં હોસ્પિટલે ખસેડાઇ હતી. આ અંગે એએસઆઇ મહેન્દ્રભાઇ પરમાર અને ધર્મેશભાઇ ડાંગરે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(3:31 pm IST)