Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બિલ્ડર બાબુભાઈ સખીયાના રહસ્યમય રીતે ગૂમ પુત્ર કિશોરનું લોકેશન સાણંદ આસપાસઃ સાંજ સુધીમાં મામલો સુલઝી જશેઃ પિતા

રાજકોટ, તા. ૧૩ :. શહેરના અગ્રીમ બિલ્ડરની હરોળમાં આવતા બાબુભાઈ સખીયા (ઢોલરાવાળા)નો ૪૦ વર્ષીય યુવાન પુત્ર કિશોર મુંબઈથી અમદાવાદ આવવા નિકળ્યા બાદ રહસ્યમય રીતે ગૂમ થઈ જવાના મામલે આજે બાબુભાઈનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે સાંજ સુધીમાં આ ગૂંચ ઉકેલાઈ જવાની આશા છે. કિશોરનું લોકેશન સાણંદ આસપાસ મળ્યુ છે. જો કે કોઈ સાથે ટેલીફોનીક વાતચીત થઈ શકી નથી.

ઉલ્લેખનીય છે કે, કાંગસીયાળી સર્વે નંબરમાં ગોંડલ રોડ નજીક આસ્થા રેસીડેન્સી અને અન્ય નામોથી મોટા રહેણાક બિલ્ડીંગ પ્રોજેકટ હાથ પર લેનાર કિશોર આર્થિકભીંસમાં આવી ગયા બાદ મુંબઈ લોન માટે ગયો હતો. પરમ દિવસે રાત્રે ટ્રેન મારફત રાજકોટ આવી રહ્યાનુ તેમના ભાઈને જણાવી રેલ્વે સ્ટેશન લેવા આવવા કહ્યુ હતુ પરંતુ અમદાવાદ સ્ટેશન ઉપરથી સંભવત ગૂમ થઈ ગયો હતો. મોબાઈલ સતત સ્વીચઓફ આવતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. તમામ સગાસંબંધીઓ અને હિતેચ્છુઓને કિશોરની શોધમાં કામે લગાડયા બાદ તેનુ લોકેશન છેલ્લે સાણંદ આસપાસ હોવાનું પરિવારજનોને જાણવા મળ્યુ છે. બાબુભાઈએ જણાવેલ કે સાંજ સુધીમાં બધુ સમુસુથરૂ થઈ જશે.

(3:24 pm IST)