Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

વિજયાબેન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પ્રાર્થના ડેન્ટલ હોસ્પીટલમાં રાહત દરે દાંતની સારવાર

દાંતનો એકસ-રે, દાઢની સર્જરી, રૂટ કેનાલ, ચોકઠા સહિતની સારવાર મળશેઃ ડો. મોઈનભાઈ પટ્ટણી, ડો. જેમીકુમાર ખાંટ, ડો. પ્રિયાબેન ખાંટ, ડો. વિજયભાઈ માકાસણા અને ડો. સાગરભાઈ ઠુમ્મરની પત્રકાર પરિષદમાં જાહેરાત

રાજકોટઃ પત્રકાર પરિષદમાં માહિતી આપતા દાંત રોગ નિષ્ણાંત ડો. મોઈનભાઈ પટ્ટણી, ડો. જેમીકુમાર ખાંટ, ડો. પ્રિયાબેન ખાંટ, ડો. વિજયભાઈ માકાસણા અને ડો. સાગરભાઈ ઠુમ્મર નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ :. લોકો હવે સ્વાસ્થ્ય માટે સજાગ થવા લાગ્યા છે. જેમાં મોં-દાંત અગ્રેસર છે. ડેન્ટલ પ્રેકટીસમાં મોંઘી સારવાર જોવા મળે છે. જેમાં ઈમ્પ્લાન્ટ, જર્કોનીયા, વાંકા-ચુકા દાંતની સારવાર, દાંતના કવર વગેરે સારવારો મોંઘી હોવાને કારણે ગરીબવર્ગ તો ઠીક પણ મધ્યમવર્ગ પણ તેનાથી વંચીત રહે છે. જેના કારણે દર્દીને દાંત ગુમાવવા પડે છે અથવા તો આવી સારવારને બદલે નબળી સારવાર કરાવતા દર્દીને નુકશાનકારક સાબિત થાય છે.

વર્તમાન પરિસ્થિતિમાં શારીરિક ઉણપ ખોરાક અને અન્ય કુટેવોને કારણે મોં દાંત કે જડબાનાં વિવિધ રોગો ઉદભવે છે જે એક ચિંતનનો વિષય છે. આ અંગે ડો. જેમી ખાંટ, ડો. તનવીર પટ્ટણી અને તેમની સ્પેશ્યલ ટીમે ઉંડાણપૂર્વકનું મંથન કરીએ દર્દીને સ્પેશ્યાલિસ્ટ ડોકટર દ્વારા નજીવા રાહતદરે ઉચ્ચ ગુણવત્તાવાળા મટીરીયલ્સ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાધનો સાથે દર્દીને સારવાર મળે તે અંગે સમાજલક્ષી માનવ સેવાનું એક કદમ આગળ વધશે.

આ નિર્ણય સાથે શ્રી વિજયાબેન ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ મળ્યો અને તેના માટે વિદ્યાનગર મેઈન રોડ ખાદી ભંડાર ઉપર આવેલ પ્રાર્થના ફેમીલી ડેન્ટલ કેર આ તમામ સુવિધાઓથી સજ્જ હોય ત્યાં અનુભવી દાંતના સર્જન દ્વારા નજીવા દરે મોં દાંત અને જડબાની સારવાર આપવામાં આવશે.

છેલ્લા એક વર્ષથી પ્રાર્થના ડેન્ટલ હોસ્પીટલ રાજકોટ સૌરાષ્ટ્રની જનતાની સેવા કરી રહી છે. તેમાં હવે 'શ્રી વિજયાબેન ચેરીટેબલ ટ્રસ્ટ'નો સહયોગ સાંપડતા આ સેવાના કામોને વેગ મળશે અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને નજીવા દરમાં સારવાર મળશે.

દાંત, મોં અને જડબાના તમામ રોગોથી પીડાતા દર્દીઓને સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જનો દ્વારા નજીવા દરોમાં નિદાન અને સારવારની સેવા ઉપલબ્ધ થશે. જેમાં ડો. મોઈનભાઈ પટ્ટણી, ડો. જેમીકુમાર ખાંટ, ડો. પ્રિયાબેન ખાંટ, ડો. વિજયભાઈ માકાસણા અને ડો. સાગરભાઈ ઠુમ્મર અને જડબાના સર્જનો માનવતાના ધોરણે સેવા આપશે.

ડો. મોઇનભાઇ પટૃણી- બી.ડી.એસ. (ડેન્ટલ સર્જન) તેઓ રૂટ-કેનાલ ટ્રીટમેન્ટ (દાંત બચાવવાની સારવાર) ના સ્પેશ્યાલિસ્ટ અને રાજકોટ શહેરમાં અગ્રેસરનું નામ ધરાવે છે. ડો. જેમીકુમાર ખાંટ એમ.ડી.એસ. (પેઢાના રોગો અને ઇમ્પ્લાન્ટનાં સુપર સ્ેપશ્યાલિસ્ટ) તેઓ ૮ વર્ષ્નનો બહોળો અનુભવ તેમના ક્ષેત્રમાં ધરાવે છે અને રાજકોટ તથા જામજોધપુરમાં તેઓ સતત સેવાના કાર્ય કરે છે. ડો. પ્રિયાબેન ખાંટ બી.ડી.એસ. (કો.ઓર્થોડેન્ટીકસ) વાંકાચુકા અને આગળ પડતા દાંત તથા જડબાની સારવારનો બહોળો અનુભવ ૬ વર્ષનો ધરાવે છે. ડો. વિજયભાઈ માકાસણા એમ.ડી.એસ. (મોં અને જડબાના સર્જન) અકસ્માતમાં થતા ચહેરાની ઈજા, ગુટખા, પાનમાવાથી મોં ખુલવામાં થતી તકલીફો, ડાહપણ દાઢની સર્જરીના સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જન. ડો. સાગરભાઈ ઠુમ્મર એમ.ડી.એસ. (મોં અને જડબાના સર્જન) ચોકઠા, ફીકસ દાંત અને લેટેસ્ટ ઈમ્પ્લાન્ટ (બેઝલ બોન ઈમ્પ્લાન્ટ) સહિતના સુપર સ્પેશ્યાલિસ્ટ છે અને ૪ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.

આથી સર્વે મોં-દાંત અને જડબાના રોગોથી પીડાતા દર્દી ભાઈ-બહેનોએ આ સેવાયજ્ઞનો લાભ લેવા યાદીના અંતે જણાવાયું છે.

(4:17 pm IST)