Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

મીઠાપુરના નારકોટીક એકટના ગુન્હામાં આરોપીના હાઇકોર્ટમાં આગોતરા મંજુર

રાજકોટ તા.૧૩ : મીઠાપુર પોલસ સ્ટેશન ના  ચકચારી એન.ડી.પી. કેસમાં આરોપી જાહીદ રહીમભાઇ બેલીમના આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામમાં મીઠાપુર પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એકટની કલમ -રર(સી)૨૯,૩૦,ર(૧૦),૮(સી) તથા ઇ.પી.કો. કલમ-ર૦૧ તથા ૩૩૭ મુજબ પીનલ કીરીટભાઇ ચોટાઇ વિ. સામે ગુનો નોંધવામાં આવેલ હતો. આ કામના આરોપીઓ એ મેફેેડ્રોન (એમ.ડી) ઉર્ફે મ્યાઉ-મ્યાઉ નામનું પ્રતિબંધિત નારકોટીકસ ડ્રગ્સ બનાવી અલગ-અલગ જગ્યાઅ.વેચાપ કરી આમ જનતાના (લોકો) ના સ્વાસ્થય તથા માનસિકતા ઉપર અસર કરતું જીવલેણ પ્રતિબંધીત ડ્રગ્સ જીવલેણ બનાવવા તથા વેચાણ કરવા અનુસંધાને આરોપો હતા.

ત્યારબાદ આ કામના આરોપી/અરજદાર ના જામખંભાળીયા ના એડીશ્નલ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવેલ જે-તે સમય અને   સંજોગો અનુસાર જામખંભાળીયા ના અડીશનલ સેશન્સ જજે આગોતરા જામીન અરજીનામંજુર કરેલ જેથી જાહીદકેલીમે હાઇકોર્ટમાં આગોતરા અરજી કરી હતી.

બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે આ કામના આરોપી/અરજદાર જાહીદ રહીમ બેલીમની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવેલી હતી.

આ કામમાં જાહીદ રહીમભાઇ બેલીમ વતી રાજકોટના એડવોકેટ રાકેશભાઇ ડી. દોશી, ગોૈતમ એમ.ગાંધી, ગુજરાત હાઇકોર્ટ ના એડવોકેટ પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા.

(4:09 pm IST)