Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

નવાગામનો મનસુખ અને લાખચોકીયાનો ઇમરાજ દારૂની ૧૨ બોટલ સાથે પકડાયા

રાજકોટ તા. ૧૩: નવાગામ રંગીલા સોસાયટીમાં જવાના રસ્તા પર રઘુવીર ડેલા પાસેથી કુવાડવા પોલીસે નવાગામ અને લાખચોકીયાના બે શખ્સોને રૂ. ૩૬૦૦ના બાર બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં.

પી.આઇ. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ ઝાલા, પ્રકાશભાઇ, સલિમભાઇ, વિજેન્દ્રસિંહ, દિપકભાઇ, મનિષભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે વિજેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી વોચ રાખી રંગીલામાં જવાના રસ્તે એકસેસ નં. જીજે૩ડીઇ-૫૧૩૧ ઉપર નીકળેલા બે શખ્સને અટકાવી તલાશી લેતાં દારૂની ૧૨ બોટલ મળતાં તે તથા વાહન અને મોબાઇલ ફોન મળી રૂ. ૩૧૬૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. પકડાયેલા શખ્સોએ પોતાના નામ મનસુખ ભીખાભાઇ મેર (ઉ.૨૫-રહે. નવાગામ રંગીલા સોસાયટી) અને ઇમરાજ ગોકળભાઇ ગોહેલ (ઉ.૩૨-રહે. લાખચોકીયા તા. ચોટીલા) જણાવ્યા હતાં.

રામનાથરાનો કોૈશર એક બાટલી સાથે પકડાયો

રામનાથપરામાં જુમ્મા મસ્જીદ પાસે રહેતાં કોૈશર અબ્દુલહમીદ અંસારી (ઉ.૩૪) નામના શખ્સને એ-ડિવીઝનના પીએસઆઇ ભટ્ટ, એએસઆઇ શિવરાજસિંહ, રામગરભાઇ, કોન્સ. હાર્દિકસિંહ, કરણભાઇ સહિતે રૂ. ૩૦૦ના એક બોટલ દારૂ સાથે પકડ્યો હતો.

પરસાણાનગરનો મોહસીન પણ એક બોટલ સાથે પકડાયો

જામનગર રોડ પરસાણાનગર-૬માં રહેતાં મોહસીન મહમદહુશેન પઠાણ (ઉ.૨૬)ને તેના ઘર નજીકથી રૂ.૪૦૦ના એક બોટલ દારૂ સાથે ડીસીબીના કોન્સ. શોૈકતખાન ખોરમે પકડી લીધો હતો. (૧૪.૫)

(10:00 am IST)