Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

દિલ સુંદર કરાઓકે ગ્રુપ દ્વારા આવતીકાલે સંગીત સંધ્યા : ૨૮ ગીતો રજૂ થશે

રાજકોટ, તા. ૧૨ : દિલ સુંદર કરાઓકે ગ્રુપ દ્વારા રવિવારે તા.૧૫ના સાંજે ૫:૩૦ કલાકે, ઈવનીંગ પોસ્ટ, ડિસ્ટ્રીકટ બેન્ક પાસે રાજકોટ ખાતે કરાઓકે ટ્રેક ઉપર સંગીત પ્રેમી જનતા માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં નવા જૂના ગીતો સહિત લગભગ ૨૮ ગીતો રજૂ કરવામાં આવશે.  ગાયકો સર્વશ્રી દિલીપભાઈ સોની, મહેશભાઈ ચાવડા, ભરતભાઈ ઢાકેચા, ભાવેશભાઈ વ્યાસ, દિપકભાઈ કક્કડ, પ્રવિણભાઈ ડાભી, બીપીનભાઈ ઘઘડા, રાજાણી પ્રભુદાસભાઈ, વિજયભાઇ સાંગાણી, નરેન્દ્રભાઈ ખખ્ખર, પ્રકાશભાઈ ખખ્ખર, કિશોરભાઈ દરજી, કૈલાશબેન કાઠવાડીયા, નીરૂબેન ડાભી, સંગીતાબેન જોષી, નિર્મલાબેન બાબરીયા, કાશ્મીરાબેન ગંગદેવ ગીતોની રમઝટ બોલાવશે. કાર્યક્રમની વધુ વિગત માટે ગ્રુપના સંચાલક દિલીપભાઈ સોની મો.૮૨૦૦૭ ૬૨૫૫૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

(4:14 pm IST)