Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

કોંગ્રેસમાંથી ઇન્દ્ર વિજયસિંહ રાઓલ ૬ વર્ષ માટે સસ્પેન્ડ

રાજકોટ તા. ૧૩ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચનાથી ઇન્દ્રવિજયસિંહ રાઓલને શોકોઝ નોટીસ આપવામાં આવેલ હતી તેમજ લેખિત ખુલાસો રાજકોટ શહેર કોંગ્રેસને આપવાનો હતો તેમ છતાં ઇન્દ્રવિજયસિંહ રાઓલ દ્વારા તા. ૧રના રોજ દૈનિક અખબારમાં કોંગ્રેસ પક્ષને નુકસાન થાય તેવું નિવેદન આપવામાં આવતા તાત્કાલીક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના દરેક હોદા ઉપરથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમ શહેર પ્રમુખ અશોક ડાંગરે પત્રમાં જણાવ્યું હતું.

(3:55 pm IST)