Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ખોટા અંગુઠા દ્વારા ગરીબોનું અનાજ હડપ કરવાનો કારસો સફળ ન થાત

રેશનીંગ લાભાર્થીઓને મોબાઇલ પર જથ્થો ઉપડ્યાનો મેસેજ મળેલ હોત તો કદાચ : અગાઉ સરકારે લાભાર્થીના મોબાઇલ નંબર દુકાન સાથે લીંક કરેલી જાહેરાત માત્ર જાહેરાત બનીને જ રહી ગઇ... થોડા સમય લાભાર્થીને જથ્થો ઉપાડયાના મેસેજ મળ્યા પણ ખરા પરંતુ આ સીસ્ટમ સફળ થાય તે પહેલા જ તેનુ બાળમરણ થઇ ગયુ રાજકોટ જીલ્લા કલેકટર - પુરવઠા અધિકારીએ ફરીથી આ સીસ્ટમ અમલમાં મુકવા સરકારને રીપોર્ટ કરી કાળાબજાર પર રોક લગાવે

રાજકોટ તા. ૧૩: રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા  દ્વારા અગાઉ રેશનીંગ દુકાનેથી લાભાર્થી જે અનાજનો જથ્થો ઉપાડતા તેનો મેસેજ તેમના મોબાઇલ પર ગુજરાતીમાં મળી જતો હતો પરંતુ અત્યારે આ સિસ્ટમ  અમલમાં  હોત તો કદાચ તાજેતરમાં રાજકોટ સહિત અનેક શહેરમાં ખોટી અંગુઠાની છાપ બનાવીને ગરીબોનું અનાજ  બારોબાર  વહેચી નાખવાનુ કૌભાંડ બહાર આવેલ છે. તે અટકાવી શકાત.

આજથી બે ત્રણ વર્ષ પુર્ણ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગરીબ પરિવારોને રેશનીંગનો અનાજનો જથ્થો ઉપાડવાના મેસેજ મોબાઇલ મોકલાવાની યોજના અમલમાં મુકવાની જાહેરાત કરેલ અને થોડા સમય લાભાર્થીઓને અનાજનો પુરવઠો રેશનીંગની દુકાનેથી ઉપાડે એટલે તુંરત  લાભાર્થીઓના મોબાઇલમાં જે જે પ્રકારના  અનાજનો જથ્થો ઉપાડ્યો હોય તેના વજન સાથે જ મેસેજ મળ્યો હોય પરંતુ આ મેસેજ મોકલવાની સીસ્ટમનું થોડા જ સમયમાં બાળમરણ થઇ જવા પામેલ હોવાનું જાણવા મળેલ છે. હાલમાં રાજ્યમાં લોકોને અનાજનો જથ્થો ઉપાડ્યાના મેસેજ મળતા બંધ થઇ જતા આ કૌભાંડ થવા પામ્યુ છે. તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ પુરવઠા મંત્રીએ ગરીબોના મોઢાનો કોળીયો ઝુંટવીને બારોબાર કાળાબજારમાં ધકેલી દેતુ  રોકવા તાકીદે  રેશનીંગનું  અનાજ લેતા લાભાર્થી જેવો અનાજનો જથ્થો ઉપાડે તેનું મોબાઇલમાં મળે તેવી સીસ્ટમ ચાલુ કરવા તાત્કાલીક નિર્ણય લેવો જોઇએ.

અગર કોઇએ અનાજનો જથ્થો ઉપાડ્યો ન હોય  અને ખોટો મેસેજ મળે તો પણ સંબંધીત જીલ્લા તાલુકા મથકની કચેરીમાં જાણ કરવાની વ્યવસ્થા ગોઠવવા લોકલાગણી પ્રર્વતી રહી છે.  આ મેસેજની સીસ્ટમ આવુ  છે કે  કેમ અને જો બંધ થઇ ગયેલ હોય તો શા માટે બંધ કરી દેવાય છે. તેનુ કારણ જાણી જો ખરેખર સીસ્ટમ બંધ જ થઇ ગયેલ હોય તો ફરીથી મેસેજ સીસ્ટમ ચાલુ થાય તો ગરીબોનુ બારોબાર વહેચાય જતુ અનાજ અટકાવી શકાય.

રેશનિંગનુ અનાજ ન લેતા લોકોને વિજયભાઇ - જયેશભાઇએ સબસીડીરાઇઝ અનાજ છોડવા અપીલ કરવી જોઇએ

અગાઉ વડાપ્રધાનની ગેસની સબસીડી છોડવાની અપીલને દેશવાસીઓએ વધાવી લીધેલી

રાજકોટ તા. ૧૩ : ૨૦૧૪માં પુર્ણ  બહુમતી સાથે ચુંટાયેલ એમડીએ સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં વધુ  ગરીબ લોકોને ગેસ આપી શકાય તે માટે આર્થિક રીતે સક્ષમ લોકોને સ્વૈચ્છિક રીતે ગેસ સબસીડી છોડવા (જતી કરવા) અપીલ કરતા આ અપીલને વધાવી દેશમાંથી લાખો લોકોએ ગેસની સબસીડી જતી કરેલ હતી.

હાલ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રેશનીંગમાં  અનાજ - મીઠું ખાંડ  , કેરોસીન   આપવામાં આવે છે. તેમાંથી ઘણા લોકોએ સમયના અભાવે (ગરીબ શ્રમીકો કામ પર  જતા હોય) સમયસર પુરવઠો મેળવી શકતા ન હોય અથવા અમુક જથ્થો (કવોલીટીને કારણે) ખરીદતા ન હોય ત્યારે આવા અસંખ્ય લોકોને જથ્થો ખોટા બીલ બનાવી બારોબાર કાળાબજારમાં ધકેલાઇ જતો હોય તો તેને બચાવવા રાજ્યના મુખ્યમંત્રી અને નાગરિક પુરવઠા મંત્રી જયશે  રાદડીયાએ ખરેખર રેશનીંગનું  અનાજ લેવા  માંગતા લાભાર્થીઓને રેશનીંગનું અનાજ જતુ કરવા માટે અપીલ કરવી જોઇએ.

રાજ્યના પુરવઠા વિભાગે આ માટે મોબાઇલ દ્વારા રાજ્યના પુરવઠા વિભાગને જાણ કરવા  અથવા સંબંધીત વિરનગર ની મામલતદાર કચેરીએ રેશીંગનું અનાજ છોડવા અંગે (ન લેવાનુ) ફોર્મ ભરાવીને  લેવુ જોઇએ જેથી ગરીબોને અનાજ કાળા બજારમાં જતુ અટકે અને ખરેખર બધુજ અનાજ કોઇ નવા લાભાર્થીને આપી શકાય આમ વધેલુ અનાજ નવા લાભાર્થીઓને મળી શકે  અને સરકાર પર ખોટો આર્થિક  બોજો ન પડે. વડાપ્રધાનની સરકાર છોડવાની અપીલ બાદ રેશનીંગનો જથ્થો છોડવાની કોઇ રાજ્યએ કરી નથી આથી જો ગુજરાતમાં મુખ્યમંત્રી અને પુરવઠામંત્રી રેશનીંગનું અનાજ  ખરેખર ન જ લેતા લોકોને રેશનીંગનો અનાજનો જથ્થો છોડવા અપીલ કરાએલ કદાચ તેને બહોળો પ્રતિસાદ પણ મળે અન્ય રાજ્યો પણ આ પ્રકારનો નિર્ણય લેવા ભવિષ્યમાં આગળ વધે જેથી ખરેખર જરૂરિયાતવાળા સાચા લાભાર્થીને યોજનાનો લાભ મળે.

(3:37 pm IST)