Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

સેસન્સ જજોની બદલીના હુકમોમાં હાઇકોર્ટે ફેરફાર કર્યોઃ રાજકોટ મુખ્ય જજ તરીકે યુ.ટી.દેસાઇ

વલસાડના પી.જી.ગોકાણીને મહેસાણા મુકયા

રાજકોટ, તા., ૧૩: ગુજરાત હાઇકોર્ટ દ્વારા અગાઉના હુકમમાં ફેરફાર કરીને રાજકોટના મુખ્ય પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ તરીકે યુ.ટી.દેસાઇની નિમણુંક કરી છે.

આ અગાઉ તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે સેસન્સ જજ કેડરના ૧૮ જજોની બદલી-બઢતીના હુકમો કર્યા હતા. જેમાં રાજકોટના મુખ્ય સેસન્સ જજ તરીકે અગાઉના હુકમમાં એસ.ડી.સુથારની બદલી કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે આ હુકમમાં ફેરફાર કરીને મહેસાણાથી યુ.ટી.દેસાઇની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.

આવી જ રીતે વલસાડથી પી.જી.ગોકાણીની હિંમતનગર ખાતે બદલી કરવામાં આવી હતી. જે હુકમમાં પણ ફેરફાર કરીને પી.જી.ગોકાણીને મહેસાણા ખાતે બદલવામાં આવ્યા છે.

(3:35 pm IST)