Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રાજકોટ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની નવેસરથી ચુંટણી માટે હાઇ પાવર કમીટીની રચના : ૧૪ જુને ઉમેદવારી પત્રો ભરાશે

૧૭ જુને માન્ય ઉમેદવારોની યાદી જાહેર : એકથી વધુ ઉમેદવાર હશે તો ૨૩ જુને ચુંટણી અને એજ દિવસે મતગણતરી : પત્રકાર પરિષદમાં વિગતો જાહેર

રાજકોટ તા. ૧૩ : સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના રાજકોટ જિલ્લાના હોદેદારોની વરણી અને ચુંટણી ગત તા. ૨૦ જાન્યુઆરીના કરવા માટે પ્રક્રિયા હાથ ધરાતા થયેલ વિવાદોના કારણે સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવી છે. ત્યારે હવે નવેસરથી ચુંટણી પ્રક્રિયા જાહેર કરવા આજે રાજકોટમાં પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી.

પત્રકારોને માહીતી આપતા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ડો. અનિલભાઇ મહેતા અને ટ્રસ્ટી ભુપતભાઇ પંડયાએ જણાવેલ કે હવે નવેસરથી ચુંટણી હાથ ધરવા જુનાગઢ ખાતે હાઇ પાવર કમીટીની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે ગત ચુંટણી રદ જાહેર કરી નવી પ્રક્રીયાની તારીખો જાહેર કરવામાં આવી છે.

હાઇ પાવર કમીટીમાં ચેરમેન તરીકે મુખ્ય ચુંટણી અધિકારી  ડી.વી. મહેતા તેમજ સભ્યોમાં મુળ શંકરભાઇ તેરૈયા મેનેજીંગ ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, એચ. એલ. અજાણી ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, દીલીપભાઇ દવે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, જીતુભાઇ મહેતા ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, છેલશંકરભાઇ જોષી, પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ગીર સોમનાથ જીલ્લો, પરેશભાઇ જોષી પ્રમુખ જુનાગઢ જિલ્લાનો સમાવેશ કરાયો છે.

આગામી બે વર્ષ માટે રાજકોટ જિલ્લાના પ્રમુખ મંત્રી તથા કારોબારીના બે સભ્યોની વરણી કરવા પાંચ નિરીક્ષકોની નિમણુંક જાહેર કરાતા (૧) અનિલભાઇ મહેતા (મોરબી), (૨) ભૂપતભાઇ પંડયા (મોરબી), (૩) મૂળશંકરભાઇ તેરૈયા (અમરેલી), (૪) ડી. જી. મહેતા (અમરેલી), (૫) છેલભાઇ જોષી (ગીર સોમનાથ) ની નિમણુંક જાહેર કરાઇ છે.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ જિલ્લાના હોદેદારોની વરણી કરવા નવેસરથી ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જે માટે તા. ૩૦ એપ્રિલ સુધી સભ્ય નોંધણી, તા. ૧૫ મે ના મતદાર યાદીની પ્રસિધ્ધી, તા. ૧૫ મે થી ૨૪ મે વાંધા રજુઆતની તક, તા.૫ મેના સુધારેલી મતદાર યાદીની પ્રસિધ્ધી અને તા. ૧૪ જુના ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરાશે.

આજીવન સભ્ય હોય તેવા કોઇપણ વ્યકિતને ઉમેદવારી કરવાની તક અપાશે.  ફોર્મ ચકાસણી બાદ તા. ૧૭ જુને આખરી માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરાશે. જો એક કે તેથી વધુ ઉમેદવારો હશે તો તા. ૨૩ જુનના ચુંટણી અને એજ દિવસે મતદાન પૂર્ણ થયે ગણતરી કરી પરીણામો જાહેર કરાશે.

ચુંટણી સંબંધી કોઇ પણ માહીતી માટે ડી. જી. મહેતા ચુંટણી અધિકારીનો તેમના નિવાસ સ્થાન અમરેલી (મો.૯૪૨૮૬ ૨૧૬૦૦) ખાતે સંપર્ક કરી શકાશે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા હાઇ પાવર કમીટીના સર્વશ્રી ડો. અનિલભાઇ મહેતા (મો.૯૭૨૭૭ ૩૧૩૬૧), ભૂપતભાઇ પંડયા (મો.૯૮૨૫૬ ૭૧૬૯૮), છેલશંકરભાઇ જોષી, દીલીપભાઇ દવે, હસુભાઇ જોષી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:02 pm IST)