Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા અને વળતરનો હુકમ કરતી કોર્ટ

રાજકોટ તા. ૧૩ :.. ચેક રીર્ટનના કેસમાં આરોપીને છ માસની સજા અને ફરીયાદોને વળતર પેટે રૂ. ૩૦,૦૦૦ એક માસમાં ચુકવવા અન્યથા કોર્ટ દ્વારા વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

આ બનાવની હકિકત ટૂંકમાં જોવામાં આવે તો કરણપરા-રપ, રાજકોટ મુકામે એમ. પી. એન્ટરપ્રાઇઝના નામની પેઢી ધરાવી ફોર્મ મટીરીયલનો ધંધો કરતા પંકજભાઇ મનસુખલાલ ગઢીયા તથા ક્રિષ્ના પાર્ક સામે, ગોંડલ રોડ ચોકડી પાસે સોફા બનાવવાનું કામકાજ કરતા સકીલભાઇ અહેમદભાઇ વચ્ચે વ્યાપારીક સબંધો આવેલ હતાં. તેથી સકીલભાઇ અહેમદભાઇને તેમના ધંધાની જરૂરીયાત મુજબ પંકજભાઇ મનસુખભાઇ ગઢીયા પાસેથી ઉધારમાં માલ ખરીદ કરતા હતં, તેથી આરોપી સકીલભાઇ અહેમદભાઇએ ફરીયાદી પાસેથી રકમ રૂ. ર,૦૪,૯૪૬ નો ઉધારમાં માલ ખરીદ કરેલ હતો, ઉપરોકત રકમ માહેથી આરોપીઓ પ૦,૦૦૦ અંકે રૂપિયા પચાસ હજાર પુરા ફરીયાદને અલગ-અલગ તારીખે ચુકવી આપેલ હતા અને બાકી રહેતી રકમ રૂ. ૧,પ૪,૯૪૬, માહેથી રકમ રૂ. પ૦,૦૦૦ ચુકવવા આ કામના આરોપીના ખાતાવાળી ધી લક્ષ્મી વિલાસ બેન્ક લી., ગોંડલ રોડ શાખા, રાજકોટનો ચેક આપેલ હતો.જે ચેક ફરીયાદીએ તેમના ખાતાવાળી વિજય કોમ. કો. ઓપ. બેન્ક રાજકોટમાં કલીયરીંગમાં રજુ કરતા સદરહું ચેક 'ટુડેઝ ઓપનીંગ બેલેન્સ ઇન સફીસીયન્ટ'ના શેરા સાથે વગર વસુલે પરત ફરેલ હતો. જેથી ફરીયાદ થયેલ હતી.

આ કેસ ચાલતા દરમ્યાન રાજકોટના એડી. ચીફ. જયુ. મેજી. શ્રી આર. બી. ગઢવી એ આ કામના આરોપીને ચેક રીટર્નના કેસોમાં તકસીરવાન ઠરાવી તા. ર૧-ર-૧૯ ના રોજ સદરહું ફોજદારી કેસોમાં આરોપીને છ માસની સજા, અને ચેક મુજબની લેણી રકમ રૂ. પ૦,૦૦૦ વળતર સ્વરૂપે એક માસમાં ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ છે. અને સદરહું વળતરની રકમ આરોપી ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. સદરહું કેસમાં ફરીયાદી વતી વકીલ શ્રી ધર્મેન્દ્રસિંહ પી. ઝાલા, કિરણભાઇ રૂપારેલીયા, અજયભાઇ ચાંપાનેરી, પ્રકાશ એમ. પંડયા, નિરલ કે. રૂપારેલીયા તથા પરેશભાઇ કુકાવા  રોકાયેલ હતાં.

(3:58 pm IST)