Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશના ફોર્મ ભરવાની તારીખો તાકિદે જાહેર કરો : કલેકટરને આવેદન

રાજકોટ, તા. ૧૩ :  મારબ સેવા સંસ્થાના પ્રમુખ એન. પી. ચીત્રોડા તથા વાલીઓએ કલેકટરને આવેદન પાઠવી આરટીઇ એકટ ર૦૦૯ હેઠળ વિનામૂલ્યે ધો. ૧માં પ્રવેશના ફોર્મ ભરવાની તારીખો તાત્કાલિક જાહેર કરવા માંગણી કરી છે.

આવેદનમાં ઉમેયુૃ છે કે ભારત સરકારના ખાસ અભિગમ કાર્યક્રમ અંતર્ગત રાઇટ ટુ એજયુકેશનના ફોર્મ ભરવાની તારીખો દર વર્ષે ફેબ્રુઆરીમાં ડીકલેર થઇ જાય છે. આ વખતે માર્ચ મહિનો અર્ધો પુરો થવા છતાં તારીખો જાહેર થયેલ નથી.

અગાઉ ફોર્મ ભરવાની તારીખ લેઇટ ડીકલેર થતા સગીર-બાળકોના શિક્ષણના હકકમાં જરૂરી સુધારા વધારા કરવાનો સમય મળ્યો નહીં અને લઘુમતી શાળાઓ કોર્ટમાં જતા ૧પ ટકા જ પ્રવેશ આપી શકાયો હતો અને ઘણા બાળકોનું ભવિષ્ય બગડયું હતું. આ વર્ષે સગીરના શિક્ષણના હક્કામાં પાછળથી કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે. વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે. માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખો તાત્કાલિક જાહેર કરી અને સમય સર વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં નહિ આવે તો હજારો બાળકોનું ભવિષ્ય અંધકાર મય બની રહેશે.

(3:44 pm IST)