Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

પાંજરાપોળમાં ર૦૦ ગાયોને આશરો અપાયો

મહેસુલી તંત્રની અપીલ બાદ

રાજકોટ : મોટા મૌવાના પાટીયા પાસે ખરાબામાં સર્વે નં. ૧૮૦ માં રમેશભાઇ દોમડીયા લક્ષ્મીનારાયણ ગૌશાળા ચલાવતા હતાં. તેમાં આશરે ર૦૦-રપ૦ ગાયો હતી. દબાણ ઝૂંબેશ સમયે મહેસુલી તંત્રએ રમેશભાઇ દોમડીયાને ર૦૦-રપ૦ ગાયોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સમય આપેલો હતો પણ રમેશભાઇ દ્વારા વ્યવસ્થા થઇ શકેલ નહીં. ત્યારબાદ મહેસુલી તંત્રએ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળને વિનંતી કરેલ અને મહેસુલી તંત્રની વિનંતીને ધ્યાનમાં લઇને તમામ ગૌમાતાઓએ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં આશરો આપેલ અને જીવદયાનું અનેરૂ કાર્ય કરેલ છે. આ કાર્ય માટે થઇને રાજકોટ શહેરી પ્રાંત-ર કચેરીનાં ડેપ્યુટી કલેકટર જે. કે. જગોડા અને મામલતદાર શ્રી વસાણી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની મુલાકાતે આવેલ અને સંસ્થાની સમગ્ર કાર્યવાહી નજરે નિહાળેલ આ સંસ્થાનાં હોદેદારો શ્રેયાંસભાઇ વિરાણી, મુકેશભાઇ બાટવીયા, કરણભાઇ શાહ, દિલીપભાઇ વસા, યોગેશભાઇ શાહ, સંજયભાઇ મહેતા, અરૂણભાઇ દોશી અને બકુલભાઇ રૂપાણીને હદયથી અભિનંદન પાઠવેલ છે.

(3:40 pm IST)