Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચકચારી છેડતી પ્રકરણમાં તપાસ અહેવાલ સુપ્રત

બાયો સાયન્સ ભવનમાં થયેલી ફરીયાદને પગલે નિવૃત ન્યાયમૂર્તિ શ્રી ત્રિવેદીને ૮૨ પાનાનો અહેવાલ સોંપ્યો

રાજકોટ, તા. ૧૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનના ચકચારી સતામણી પ્રકરણમાં આજે તપાસનીશ અધિકારીએ તેનો વિસ્તૃત અહેવાલ યુનિવર્સિટીને સોંપ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનના પ્રો. પંચાલ સામે એક છાત્રાએ જાતીય સતામણીની ફરીયાદ કરી હતી. ફરીયાદ બાદ એન્ટીવુમન હેરેસમેન્ટ સેલે તપાસ કરતા તુરંત પ્રો. પંચાલ સામે સસ્પેન્ડેડની પગલા લીધા છે.

જાતીય સતામણી પ્રકરણની તપાસ યુનિવર્સિટીએ નિવૃત ન્યાયમૂર્તિ શ્રી દિનેશભાઈ ત્રિવેદીને સોંપી હતી. ત્રણ માસની તપાસ બાદ આજે તપાસનો ૮૨ પાનાનો અહેવાલ યુનિવર્સિટીને સોંપ્યો છે.

આ સીલબંધ અહેવાલ સીન્ડીકેટમાં ખુલશે.

(3:25 pm IST)