Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વેરા શાખાની લાલ આંખઃ ત્રણેય ઝોનનાં વિસ્તારોમાં બાકી મિલ્કત વરો વસુલવા સીલીંગની કાર્યવાહી કરતા રૂ. ૧૮ લાખની વસુલાતઃ ૫ મિલ્કતોને તાળા

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા કાર્યવાહીઃ સામાકાંઠાનાં મારૂતિ ઇન્ડ એરિયા, પટેલનગર, મયુર નગર સહિતનાં વિસ્તારમાંથી રૂ.૬ લાખની મિલ્કત વેરાવસુલાતઃસેન્ટ્રલ ઝોનની વેરા શાખા  દ્વારા ઢેબર રોડ પર આવેલ દિવાલી ચેમ્બરની એક દુકાનનો બાકી વેરો વસુલવા મિલ્કત સીલઃ ન્યુ રાજકોટનાં ૧૫૦ ફુટ રિંગ રોડ, કાલાવડ રોડ સહિતનાં વિસ્તારમાં ૪ મિલ્કતોને તાળાઃ ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા ૧૮ લાખની વસુલાત   

(4:28 pm IST)
  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST

  • વિદેશની કાનૂની કંપનીઓ ભારતમાં પોતાની ઓફિસો ઉભી કરી નહિ શકેઃ સુપ્રીમ કોર્ટે 'ફોરેન લો ફર્મ્સ'ના કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો access_time 3:57 pm IST

  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST