Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

માઈનોર (૧૦ થી ૧૮ વર્ષ)બાળકોના બેન્ક ખાતા ખોલવાની સુવિધાઃ નલિનભાઇ વસા

રાજકોટટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ભુપેન્દ્રરોડ શાખાનું ગ્રાહક મિલન

રાજકોટઃ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ભુપેન્દ્રરોડ શાખાનું ગ્રાહક મિલન બેન્કની હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીયાર નાગરીક સેવાલય ખાતે યોજાયેલ હતું. આ પ્રસંગે જયેશભાઈ ઉપાધ્યાય, નરેન્દ્રભાઈ બાવરીયા (મોટા સીસી ખાતેદાર), હરિકૃષ્ણ જવેલર્સ- હિતેષભાઈ પારેખ (કરંટ ખાતેદાર), સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટ- ઈશ્વરભાઈ ખખ્ખર, રોયલ સ્કવેર ઓનર્સ એસોસીએશન- દર્ષિતભાઈ જાની (એસો.ખાતાના ડિપોઝીટર), આમદભાઈ ખોખર (સીનીયર સીટીઝન ડિપોઝીટર), કુમાર બ્રધર્સ- કુમારભાઈ વાસદેવાણી (ધિરાણ ખાતેદાર), શ્રી રાજકોટ મચ્છુકઠીયા સઈ સુથાર જ્ઞાતિ- હિંમતલાલ ચૌહાણ (એસો.ના ખાતાના ડિપોઝીટર), નાથાભાઈ પરસાણા (મોટા ડિપોઝીટર), ચંદ્રકળાબેન વાછાણી (ફલેકર્સ ડિપોઝીટર), જગદીશભાઇ સોલંકી (આવાસ યોજના અંતગર્ત સરકારી સબસીડી મેળનાર પ્રથમ લાભાર્થી), રૂપેશભાઈ શાહ (ફલેકસી ડિપોઝીટર), ગુણવંતભાઈ શાહ (જુના ખાતેદાર), કિશોરભાઇ દોમડીયા (એસોસીએશન ખાતાના ડિપોઝીટર), પી.એન. ઈલેકટ્રીક એન્ડ હિટર્સ કં.-પંકજભાઈ પટેલ (મોબાઈલ બેન્કિંગના વપરાશકર્તા), અમિતભાઈ પાટડીયા (જુના ખાતેદાર), ધર્મેન્દ્રસિંહ જાડેજા (આવાસ યોજના અંતર્ગત ધિરાણ મેળનાર સર્વપ્રથમ ખાતેદાર) ને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા.

નલિનભાઈ વસાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોનું સન્માન તેમનાં જ સ્થાન પર જઈ પદાધિકારીઓએ કર્યું. આ વાત નાની છે પરંતુ વિચાર મોટો છે. આ બેન્ક પોલીસી ડ્રીવન બેન્ક છે. બેન્કમાં દરેક માટે પોલીસી લાગુ પડે છે અને તમેા દર્શાવ્યા મુજબ જ કાર્ય થાય છે. નાના અને મધ્યમવર્ગના લોકોનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તે રીતે કાર્ય કરીએ છીએ. માઈનોર (૧૦ વર્ષથી વધુ અને ૧૮ વર્ષ સુધીના) બાળકોના બેન્ક ખાતા ખોલવાની સુવિધા છે. તેમને ચેકમાં સહી કરી ઉપાડ કરી શકે છે. આ સુવિધાથી બાળકો બેન્કિંગ ગતિવિધીથી પરિચિત થશે. બેન્ક દ્વારા મહિલાઓને ધિરાણમાં નિયત વ્યાજદર કરતાં ૧ ટકા વિશેષ છૂટ આપવામાં આવે છે. બેન્ક દ્વારા 'મન્ડે- નો કાર ડે' દર સોમવારે બેન્કનાં સંચાલક મંડળના સદસ્યો- કર્મચારીઓ બેન્કની કે પોતાની કારનો વપરાશ કરતાં નથીે. આવી જ રીતે દર માસનાં ત્રીજા શનિવારે સાંજે વિવિધ લેખકોનાં ખ્યાતનામ પુસ્તકનું બુક- ટોક ચાલે છે. વિવિધ પ્રવૃતિઓથી થકી ખરા અર્થમાં 'નાના માણસોની મોટી બેન્ક' ચરિતાર્થ કરીએ છીએ.

આ સમારોહમાં નલિનભાઈ વસા (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), સુનિલભાઈ રાઠોડ (પ્રભારી ડિરેકટર), ડાયાભાઈ ડેલાવાળા (પૂર્વ વાઈસ ચેરમેન - ડિરેકટર), હરકિશનભાઈ ભટ્ટ (સીઈઓ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર), ભુપેન્દ્રરોડ શાખા વિકાસ સમિતિમાંથી ભાગ્યેશભાઈ વોરા (સહ- કન્વીનર), પંકજભાઈ કોઠારી, પ્રભુદાસભાઈ તન્ના, ત્રિલોકભાઈ ઠાકર(સીડીઓ), યતીનભાઈ ગાંધી (સીએફઓ), રજનીકાંત રાયચુરા (એ.જી.એમ. -બેન્કિંગ), વલ્લભભાઈ આંબલીયા (એ.જી.એમ.-એકાઉન્ટ), ટી.સી.વ્યાસ (એ.જી. એમ.- એચ.આર), ગિરીશભાઈ ભુત (એ.જી.એમ.- ક્રેડીટ), મનીશભાઈ શેઠ (એ.જી.એમ.માર્કેટીંગ), ખુમેશભાઈ ગોસાઈ (ચીફ મેનેજર -રીકવરી), ભરતભાઈ હિંગરાજીયા (ચીફ મેનેજર- એસ્ટેટ), જયેશભાઈ છાટપાર (ચીફ મેનેજર- આઈ.ટી.), નયનભાઈ ટાંક (ડી.સી.એમ.), હિરેનભાઈ ખખ્ખર (મેનેજર), અજીતભાઈ મહેતા વિ. ઉપસ્થિત રહયા હતા. અજીતભાઈ મહેતાએ વિવિધ આંકડાકીય માહિતી આપેલ તેમજ આભારદર્શન ભાગ્યેશભાઈ વોરાએ અને સંચાલન ધરાબેન દવેએ કર્યું હતું.

(4:25 pm IST)