Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ફિટકારઃ બે 'ડોસા'એ બાળાનો દેહ પીંખી ગર્ભ રાખી દીધો

દિકરીનું વધેલુ પેટ જોઇ ડોકટરને દેખાડતાં ૮ માસનો ગર્ભ હોવાનું નિદાન થતાં જનેતા ડઘાઇ ગઇઃ પૌત્રી જેવડી બાળા સાથે ન કરવાનું કર્યુ : ૧૧ વર્ષની બાળા ત્રણેક દિવસ રડ્યા પછી માતા સમક્ષ આપવિતી વર્ણવીઃ ભકિતનગર પોલીસે ૬૬ વર્ષના કડીયા વૃધ્ધ નાનજી જાવીયા અને ૫૨ વર્ષના બાવાજી પ્રૌઢ અરવિંદ કુબાવતને દબોચી મહિલા પોલીસ મથકને સોંપતા બંનેની વિસ્તૃત પુછપરછ

રાજકોટ તા. ૧૩: હાદસો કા શહેર બની રહેલા રાજકોટમાં હવસખોરીની ખળભળાટ મચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં ૬૬ અને ૫૨ વર્ષના બે ડોસલાએ સાથે મળી પૌત્રી જેવડી ઉમરની ૧૧ વર્ષની બાળાને અવાર-નવાર હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દેઇ ગઢપણ લજવી નાંખ્યું છે. આ બંને નર પિશાચો ઉપર સર્વત્ર ફીટકાર વરસી રહ્યો છે. પોલીસે બંનેને સકંજામાં લઇ હવસખોરીનું ભૂત ઉતારી નાંખ્યું છે.

ભકિતનગર પોલીસ મથકમાં ઘટના જાહેર થતાં અધિકારી અને કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. બનાવ અંગે ૧૧ વર્ષની બાળાના માતાની ફરિયાદ પરથી નાનજી ધનજીભાઇ જાવીયા (ઉ.૬૬) અને અરવિંદ લક્ષમણદાસ કુબાવત (ઉ.૫૨) સામે આઇપીસી ૩૭૬ (ડી) તથા પોસ્કો હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ મહિલા પોલીસને સોંપવામાં આવતાં વિશેષ તપાસ શરૂ થઇ છે.

ફિટકાર વરસાવતી આ ઘટનાની એફઆઇઆરમાં બાળાના માતાએ જણાવ્યું છે કે મારા પતિ માનસિક બિમાર હોઇ કામધંધો કરી શકતા નથી, હું પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવું છું. સંતાનમાં મારે એક દિકરી છે જે ધોરણ-૭માં ભણે છે અને તેનાથી નાનો એક દિકરો છે. ગત તા. ૮/૩ના રોજ મને એમ લાગ્યું હતું કે મારી દિકરીનું પેટ વધી ગયું છે જેથી હું તેને લઇને મહિલા ડોકટરના દવાખાને જતાં તેમણે સોનોગ્રાફી કરાવવા કહ્યું હતું. જેનો રિપોર્ટ આવતાં હું ગભરાઇ ગઇ હતી, ખળભળી ગઇ હતી. કારણ કે દિકરીના પેટમાં આઠ માસનો ગર્ભ હોવાનું મને કહેવાયું હતું. હું રિપોર્ટ બતાવવા ફરીથી મહિલા ડોકટર પાસે ગઇ હતી. તેણે અમને ગુંદાવાડી હોસ્પિટલે જવાનું કહેતાં ત્યાં દિકરીને દાખલ કરી વિશ્વાસમાં લઇ શાંતિપૂર્વક પુછતાછ કરતાં તેણી સતત રડવા માંડી હતી અને કંઇ જણાવતી નહોતી. તે બિમાર જેવી થઇ ગયેલ અને ખુબ ગભરાઇ ગઇ હતી.

ઘરે ગયા બાદ મેં સતત બે-ત્રણ દિવસ સુધી દિકરીને શું થયું? તે પુછવાનુ ચાલુ જ રાખ્યું હતું. પણ તે કંઇ જણાવી શકતી નહોતી. સોમવારે ફરીથી મેં તેને ફોસલાવીને પુછતાં અંતે તણે કહ્યું હતું કે આઠેક મહિના પહેલા આપણી ઘરે કોઇ નહોતું ત્યારે બાજુના કવાર્ટરવાળા નાનજીભાઇ મને ફોસલાવીને તેના કવાર્ટરમાં લઇ ગયા હતાં. જ્યાં નીચેના કવાર્ટરમાં રહેતો અરવિંદ કુબાવત પણ હાજર હતો. હું અંદર ગઇ એ સાથે જ અરવિંદે કવાર્ટરનો દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં નાનજીભાઇએ કપડા ઉતારી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. એ પછી અવાર-નવાર અરવિંદ કુબાવત અને નાનજીભાઇ મને ઘરે બોલાવી આવુ કરતાં હતાં. દિકરીની આવી વાતથી હું ડઘાઇ ગઇ હતી અને મારા કુટુંબીજનોને વાત કર્યા પછી પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી ભકિતનગર પોલીસમાં જાણ કરી હતી.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં   પી.એસ.આઇ. ડી.એચ. ધાંધલીયા, પી.એમ. ધાખડા, મયુરભાઇ, નિલેષભાઇ મકવાણા, સલિમભાઇ, ભાવેશભાઇ, દેવાભાઇ, ઇન્દુભા રાણા સહિતે ફરિયાદ નોંધી બંને આરોપીને સકંજામાં લઇ મહિલા પોલીસને સોંપતા મહિલા પોલીસ મથકના પી.આઇ. પી. બી. સાપરા, પી.એસ.આઇ. આઇ. એમ. ઝાલા, હાજીભાઇ અને સુધાબેન સહિતના સ્ટાફે વિશેષ તપાસ શરૂ કરી છે.

નાનજીડોસાએ કહ્યું- મેં તો ખાલી બે વાર ખરાબ કામ કર્યુ છે...અરવિંદડોસો બબડ્યો-મેં અડપલા સિવાય કંઇ કર્યુ નથી!!! નાનજી કાને ઓછુ સાંભળે છે અને અરવિંદને એક આંખે જ થોડુ-થોડુ દેખાય છે

. પોલીસે બાળા પર બળાત્કારના ગુનામાં જેની ધરપકડ કરી છે તે ૬૬ વર્ષના કડીયા વૃધ્ધ નાનજી જાવીયાના પત્નિ સાડા ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયા હોઇ તે એકલો જ રહે છે. તે કાને ખુબ ઓછુ સાંભળે છે. આ કારણે તેની પુછતાછ કરવા પોલીસે ખુબ મોટા અવાજે બૂમો પાડવી પડી હતી. અધિકારીએ જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તેણે નિષ્ઠુર થઇને કહ્યું હતું કે મેં તો ખાલી બે વખત જ ખરાબ કામ કર્યુ છે. જ્યારે બાવન વર્ષનો અરવિંદ કુબાવત અગાઉ ઇલેકટ્રીક કામ કરતો હતો. ઘણા વર્ષ પહેલા તેને વિજકરંટ લાગતાં ત્યારથી તેની જમણી આંખમાં ખોટ આવી ગઇ છે અને ડાબીમાં વીસ-પચીસ ટકા જ દ્રષ્ટી છે. તેને ખુબ જાંખુ દેખાય છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે મેં તો અડપલા સિવાય બીજુ કંઇ કર્યુ નથી. નાનજીના ઘરે બાળા આવતી એટલે હું પણ જતો હતો.

શહેરને કોની નજર લાગી?...પિશાચને પણ શરમાવે તેવા કૃત્યથી સર્વત્ર ખળભળાટ

. શાંત અને સંસ્કારી શહેરમાં જેની ગણના થાય છે તેવા રાજકોટ શહેરને જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેમ સતત એક પછી એક ચોંકાવનારી, ખળભળાટ મચાવનારી અને હૈયા હચમચાવનારી ઘટનાઓ બનતી રહે છે. ચોરી-લૂંટ-હત્યા સહિતના બનાવો તો જાણે રૂટીન થઇ ગયા છે. ત્યાં હવે પિશાચોને પણ શરમાવે તેવી ઘટના સામે આવી છે. ૬૬ અને ૫૨ વર્ષના આ બંને 'ભાભલા' બાળાને પૌત્રી સમજી વ્હાલ વરસાવવાનું હોય તેને જ હવસનો શિકાર બનાવી લે છે અને એ ત્યાં સુધી કે આ બાળાના પેટમાં ગર્ભ રહી જાય છે! પતિની બિમારીથી મજબૂર માતા દિકરીને એકલી મુકી પારકા ઘરના કામ કરવા જતી રહેતી અને પાછળથી પડોશી ડોસો અને ઢગો બાળાને ઘરકામ કરવાના બહાને બોલાવી તેની સાથે ન કરવાનું કરતાં હતાં.   માતાએ દિકરીનું વધેલુ પેટ જોયુ ત્યારે શંકા ઉપજી અને તબિબ પાસે નિદાન કરાવતાં જે સત્ય સામે આવ્યું હતું તે જાણી તેના પગ તળેથી જાણે ધરતી સરકી ગઇ હતી. બંને હવસખોરોને પોલીસે દબોચી લઇ આકરી ઢબે પુછતાછ કરી છે. પોલીસ તો કાયદાકીય કાર્યવાહી કરશે. પણ સમાજમાં બનતી આવી ઘટનાઓ સામે લોકો હવે જાગૃત થાય તે હવે જરૂરી બની ગયું છે.

નાનજી ડોસો એકલો જ રહે છે, જ્યારે અરવિંદ પત્નિ-બે પુત્રો સાથે બાળાને કપડા-વાસણ સાફ કરવા

અને પૈસાની લાલચ આપી બોલાવાતી

. બાળકીને હવસનો શિકાર બનાવનાર નાનજી કડીયા બાબરીયા કોલોની કવાર્ટરમાં એકલો જ રહે છે. તેની પત્નિ હયાત નથી અને પુત્રી સાસરે છે તે પણ અહિ આવતી જતી નહિ હોવાનું જાણવા મળ્યું છે. કડીયા કામ કરી ગુજરાન ચલાવતો આ ડોસો બાળાને વાસણ-કપડા સાફ કરવાના બહાને બોલાવતો હતો અને તેની સામે પોતે પૈસા આપશે તેવી નાનજી લાલચ આપતો હતો.  બાદમાં હવસનો શિકાર બનાવતો હતો. બીજી તરફ અરવિંદ પત્નિ અને બે પુત્રો સાથે રહે છે. તેની એક પુત્રી સાસરે છે. આ બંનેના હવસખોરીના કૃત્યથી વિસ્તારમાં પણ ચકચાર મચી ગઇ છે.

(4:20 pm IST)
  • મે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે! સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST

  • મેકિસકોઃ હિંસાને કારણે ૨૪ કલાકમાં ૧૬ના મોત : મેકિસકોના ગુરેરોમાં છેલ્લા ૨૪ કલાકમાં હિંસાની જુદી-જુદી ઘટનાઓમાં કુલ ૧૬ના મોત થયા access_time 12:55 pm IST