Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ભાજપ સરકારે ગુજરાતને વીજ ઉત્પાદન બાબતે સરપ્લસ કેટેગરીમાં લાવી દીધુ

સામાન્ય બજેટની ચર્ચામાં ઉર્જાની માંગ પર ગોવિંદભાઇના વળતા પ્રહાર

રાજકોટ, તા. ૧૩ :  તમે કંઇક સારો વારસો મુકીને ગયા હો અને અમોએ તે વારસો રફેદફે કરી નાખ્યો હોય તો તમને અમારો કાન પકડવાનો અધિકાર છે તેમ સામાન્ય બજેટની ચર્ચામાં ઉર્જાની માંગ પર બોલતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે ૧૯૬૧માં જયારે ગુજરાત અલગ બન્યુ ત્યારે તે વખતે કુલ વીજ ઉત્પાદન ૩૬૧ મે વોટર હતુ. સને ૧૯૯પમાં તે ૯૦૦૦ મે વોટ સુધી પહોંચેલ. ૧૯૯પ થી શરૂ કરીને ર૦૧૭ સુધીમાં ર૭૦પ૦ મે. વોટ વીજળી ઉત્પાદન ભાજપ સરકારે કરીને સરપ્લસ રાજય તરીકે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે.

કોંગ્રેસના શાસનમાં એટલે કે ૧૯૬૧ થી ૧૯૯પ સુધીમાં એવરેજ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને વર્ષે ૧૩૦૦૦ જેટલા કનેકશનો આપવામાં આવતા હતા. જે ભાજપ સરકારે છેલ્લા પ વર્ષથી લગલગાટ ૧ લાખ સુધી ખેતી વાડીના વીજ કનેકશનો આપીને ખેડૂતો અને ખેતી માટેની પ્રતિ બદ્ધતા સિધ્ધ કરી બતાવી છે. ર૦ વિઘા થી વધુ જમીન હોય તેવા સર્વેનાં. માં ૧ થી વધુ કનેકશનો મંજુર કરવાની હિંમત પણ આ સરકારે કરી છે. ૧૯૬૦ થી ૧૯૯પ સુધીમાં ગુજરાત રાજયમાં કુલ પ૬૩ સબ સ્ટેશનો બનાવેલ હતા જેની સામે ભાજપ સરકારે છેલ્લા ૧પ વર્ષમાં એટલે કે ર૦૦ર થી ર૦૧૭ સુધીમાં ૧રર૧ નવા સબ સ્ટેશનો બનાવીને ગુણવતા યુકત વીજ પ્રવાહ મળી રહે તે માટે સ્તુત્ય કામગીરી કરેલ છે છેલ્લા પ વર્ષમાં પ૦૧ સબ સ્ટેશનો બનાવેલ છે અને આવતા વર્ષમાં પણ ૧૦૦ નવબ સબ સ્ટેશનો બનશે. આમ, દરેક ક્ષેત્રે કોંગ્રેસના શાસન કતાં અનેક ગણા કામો આ સરકારે કરી બતાવ્યા હોય કોંગ્રેસને બોલવાનો કોઇ અધિકાર નથી તેમ ગોવિંદભાઇ પટેલે જણાવેલ છે.

(4:14 pm IST)