Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સરદારસિંહજીને શ્રધ્ધાંજલી : ગુરૂવારે મોજીદડ ખાતે પ્રવેશદ્વારનું લોકાર્પણ-લોકડાયરો

ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૩ : રાજપુત સમાજના સત્યનિષ્ઠ, સમાજસેવી અને સ્વમાની એવા સ્વ. સરદારસિંહજી માવસિંહજી પરમારની ૧૭ મી પુણ્યતિથિએ ભાવાંજલી અર્પણ કરવાનો એક કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામે યોજાયેલ છે.

આગામી તા. ૧૫ ના ગુરૂવારે ચુડા તાલુકાના મોજીદડ ગામે સ્વ. સરદારસિંહજીને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. ત્યારબાદ ગંગાબા પ્રવેશદ્વારનું લોકાર્પણ સાધુ સંતોના હસ્તે કરવામાં આવશે. રાત્રીના ૮ વાગ્યાથી રાજભા ગઢવી, બ્રીજદાન ગઢવી અને શૈલેષ મહારાજનો લોકડાયરો યોજાયેલ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠન, રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સહીત વિવિધ સંસ્થાનના સર્વેશ્રી ચંદુભા પરમાર, હિતુભા ડોડીયા, ભુપતસિંહ જાદવ, બલદેવસિંહ સિંધવ, રણજીતસિંહ, મૌલીકસિંહ વાઢેર, દિપસિંહ પરમાર, યુવરાજસિંહ ડોડીયા, યોગીરાજસિંહ તલાટીયા, પ્રદિપસિંહ પરમાર, અજીતસિંહ પરમાર, અશોકસિંહ પરમાર, વનરાજસિંહ પરમાર, ઉદયસિંહ જાદવ, ચંદ્રસિંહ ડોડીયા, બલદેવસિંહ ડોડીયા અને માલદેવસિંહ ભટ્ટી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:12 pm IST)