Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રાજકોટ સીટી વૂમન્સ કલબ દ્વારા ૨૦ મીએ હાસ્યરસ-ગીતો કાર્યક્રમ

રસીકભાઇ બગથરીયા હાસ્યરસ પીરસશે : ગાયક વિમલભાઇ મહેતા લોકગીતો રજુ કરે

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ સીટી વૂમન્સ કલબનો બીજો કાર્યક્રમ 'બા મારી મધર ઇન્ડિયા' નાટક પૂર્ણ થયા બાદ ત્રીજો કાર્યક્રમ આગામી તા. ૨૦ ના મંગળવારે બપોરે ૩:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં રસીકભાઇ બગથરીયા બહેનોને હસાવશે. સાથે લોકગીતાના ગાક વિમલભાઇ મહેતા લોકગીનોની રમઝટ બોલાવશે.

અત્રે નોંધનિય છે કે રાજકોટ સીટી વૂમન્સ કલબમાં હાલમાં ૭૪૫ થી વધુ સભ્યો છે. જેમાં યુવા બહેનોથી માંડી વિવિધ ક્ષેત્રના બહેનો પણ જોડાયા છે. આ સંસ્થાનો ચોથો કાર્યક્રમ આગામી તા. ૧૪ એપ્રિલના શનિવારે કૂંકીંગ શો ના કાર્યક્રમનું પણ આયોજન થયું છે. જેમાં ઇટીવીના મહારાણી હીના ગાંતમ અમદાવાદથી ખાસ રાજકોટ આવનાર છે અને તેઓ અવનવી વાનગીઓનું ડેમોસ્ટ્રેશન કરનાર છે. સાથોસાથ રાજકોટના નામાંકીત કૂક દ્વારા સુપ, સિઝલર, સ્ટાર્ટર જેવી વાનગીઓનું ડેમોસ્ટ્રેશન આપનાર છે.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પ્રફુલભાઇ મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, સેક્રેટરી ઇન્દીરાબેન ઉદાણી, વાઇસ ચેરમેન જીજ્ઞા વખારીયા, જોઇન્ટ સેક્રેટરી દર્શના મહેતા, એડવાઇઝર નીતા મેછા, હીનાબેન મોદી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૪૨૮૮ ૯૦૨૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:10 pm IST)
  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • કેજરીવાલને લાગ્યો વધુ એક મોટો ઝટકો : તેમના મુખ્ય સલાહકાર વી.કે. જૈનએ આપ્યું રાજીનામું : પારિવારિક અને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું : તાજેતરમાં દિલ્હી CM ઓફિસમાં AAPના વિધાયકોએ મુખ્ય સચિવ સાથેની મારપીટ બાબતે વી.કે. જૈનની પોલીસે પૂછપરજ કરી હતી અને આ પછીજ તેમણે રાજીનામું ફગાવ્યું હોય, દિલ્હી સચિવાલયમાં ચર્ચાઓનું બજાર ગરમી પકડી રહ્યું છે. access_time 2:53 pm IST

  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST