Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વિશ્વ કર્મા ટ્રસ્ટ દ્વારા સહાય ચેકનું વિતરણ

 સમસ્ત વિશ્વકર્મા વંશજોની તમામ જ્ઞાતિઓના ઉત્કર્ષ માટે કાર્યરત વિશ્વકર્મા ચેરેટેબલ ટ્રસ્ટ દ્વારા મૃત્યુ સહાય યોજના ચલાવવામાં આવે છે. જેના સભ્ય નં.૦૭૬ ઉષાબેન વલ્લભભાઇ સંચાણીયાનું અવસાન થતા સદ્દગતના બેસણા સમયે સંસ્થાના અરવિંદભાઇ આર. ગંગાજળીયા, રસિકભાઇ ડી. વાઘસણા, પ્રદિપભાઇ કે. કરગથરા, ગોપાલભાઇ એ. દાવડા, રાજેન્દ્રભાઇ ડી. હરસોરા, ગુર્જર સુતાર જ્ઞાતિના અધ્યક્ષ મનહરભાઇ વી. કરગથરા, પ્રમુખ રસીકભાઇ ડી. બદ્રકીયા, જમનભાઇ જી. સીનરોજા, રમણીકભાઇ આર. પાટણવાડીયા, ભીખુભાઇ પી. વડગામાએ રૂબરૂ જઇ સ્વ. ઉષાબેનના સુપુત્ર હિતેષભાઇ વી. સંચાણીયા (મૃત્યુ સહાયના વારસદાર) ને રૂ. ૬૦,૦૦૦ (રૂ.સાઇઠ હજાર) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મૃત્યુ સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છુકોએ વધુ માહીતી માટે રસીકભાઇ ડી. વાઘસણા (મો.૯૮૯૮૦ ૯૮૪૪૮) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:51 pm IST)