Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જેસીઆઇ મહિલા પાંખ દ્વારા મહિલા દિન ઉજવાયો

 જેસીઆઇ યુવા મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની ઉજવણીરૂપે 'મોદીકેર અંતાક્ષરી' યોજવામાં આવી હતી. જેમાં ૮૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. ઉપરાંત ૧૫૦ થી વધુ બહેનોએ કાર્યક્રમમાં હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. વિજેતાઓને એવોર્ડ અને ગીફટ આપી સન્માનીત કરાયા હતા. સંદીપભાઇ પરમાર, નયનાબેન પરાર, મોદી કેર કંપની અને છાયાબેન સાગરા ફલોરા બ્યુટી પાર્લરનો કાર્યક્રમને સહયોગ સાંપડયો હતો. નિર્ણાયક તરીકે ડો. ભાવનાબેન અને તરજનીબેન હિરાણીએ સેવા આપેલ. કાર્યક્રમ સફળ બનાવવા રીટાબેન તન્ના, જેસીઆઇ યુવા પ્રમુખ મિતેષ પટેલ, ઝોન ડીરેકટર જી એન્ડ ડી ગીરીશ ચંદારાણા, ઝોન ડીરેકટર જેસીરેટ વિંગના રચના રૂપારેલ, ફાઉન્ડર જેસીઆઇ અશ્વિન ચંદારાણા, શીલુ ચંદારાણા, કિષ્ના માંડવીયા, ચેરપર્સન સોનલ ગગલાણી, સેક્રેટરી ડીમ્પલ દેસાઇ, પાયલ મોદી, હેતલ દોશી, રેખા ચંદારાણા, રીમા શાહ, ઉમા રાડીયા, રાખી દોશી, વિશાલ પંચાસરા, મનીષ પલાણ, કેવલ પટેલ, ચિરાગ દોશી, સચિન દેસાઇ, પ્રિયાંશી રૂપારેલ, વંશ ગગલાણી, આયુષ દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:51 pm IST)