Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કોઠારીયાની મિલ્કતના કેસમાં દાવો રદ કરવાની અરજી રદ કરતી કોર્ટ

રાજકોટ તા. ૧૩: દાવો ચાલ્યા પહેલા/પુરાવો લીધા પહેલા દાવો રીજેકટ કરવાની અરજીને દિવાની અદાલતે રદ કરી હતી.

રાજકોટના રહીશ રહીમભાઇ જમાલભાઇ દલ એ કોઠારીયાના રે.સ.નં. રર૯ પૈકીના ઔદ્યોગિક હેતુ માટેના પ્લોટ નં. પ૯ ની જમીન ચો.વા.આ. ૮૭પ-૦૦ ઉપર આવેલ વંડો કે જે આશરે ર૦ વર્ષ પહેલા જમાલખાન ઉમરખાનની હાજરીમાં વંડો બનાવેલ અને બાંધેલી અને તેમાં એક ઓરડીનું બાંધકામ કરેલ અને ત્યાંથી વારસદાર રહીમભાઇ દલ આ જગ્યાનો ઉપયોગ સતત આજદિન સુધી કરે છે. સદરહું જગ્યાના માલીક શીરાજ શબ્બીરભાઇ પટેલ અને સીલ્વાનાબેન શબ્બીરભાઇ પટેલની માલીકીની છે. તેઓ કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય બળજબરીથી સદરહું જગ્યા બળજબરીથી તથા પોલીસનો સાથ સહકાર લઇને ખાલી કરાવવાની તજવીજ કરતા હોય જેથી આવા સમયમાં તા. ૦૩/૧૦/ર૦૧રના રોજ વાદી રહીમભાઇ જમાલભાઇ દલ એ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલી સાથે સાથે સ્થાનિક જગ્યાનું કોર્ટ-કમિશ્નરશ્રી દ્વારા પંચનામું કરાવેલ. જે ચાલુ દાવાએ જમીનના માલીક શીરાજભાઇ શબ્બીરભાઇ પટેલ તથા સીલ્વાનાબેન શબ્બીરભાઇ પટેલનાએ સી.પી.સી. ઓર્ડર-૭, રૂલઃ૧૧ (એ-ડી) મુજબ દાવો રીજેકટ કરવા અરજી આપી જણાવેલ કે, દાવાનું કોઇ કારણ ઉત્પન્ન થયેલ નથી તથા કાયદેસરનો અધિકાર દાવો લાવવા નથી. જેથી દાવો રદ કરવાની અરજી આપેલ હતી.  જોઇન્ટ સીવીલ જજ શ્રી રાજપુત મેડમ સાહેબે પ્રતિવાદીની દાવો રીજેકટ કરવાની અરજી નામંજુર કરેલ છે. એટલે કે દાવો આગળ ચલાવાનો રહે છે. તે મતલબનો હુકમ કરેલ છે.

આ કામમાં વાદી રહીમભાઇ દલ વતી રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન બી. ગોંડલીયા, ધર્મિષ્ઠાબેન પટેલ, દિપેશ પાટડીયા રોકાયેલ છે.

(3:49 pm IST)