Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

દેશના ૯૫ ટકા વિસ્તારોમાં સંઘ વિસ્તર્યોઃ ૫૯૦૦૦ નિત્ય શાખા

લોકભાષાઓનું અસ્તિત્વ જાળવવું એ આપણી ફરજ ગણાયઃ મુકેશભાઈ મલકાણ : ગુજરાતમાં ૧૪૬૦ શાખાઃ માતૃભાષામાં શિક્ષણ, ઉચ્ચ શિક્ષણનું સાહિત્ય પણ માતૃભાષામાં, સરકારી-ન્યાયિક કાર્ય ભારતીય ભાષાઓમાં... વગેરે નિર્ણયો અંગે લોકમત ઘડાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ મુકેશભાઈ મલકાણ, કિશોરભાઈ મુંગલપરા, ડો. જિતેન્દ્ર અમલાણી નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ :. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. જેમા પ્રાંત સંઘચાલકજી મુકેશભાઈ મલકાણ, રાજકોટ મહાનગર સંઘચાલક ડો. જિતેન્દ્ર અમલાણી, ગુજરાત પ્રાંત સહકાર્યવાહજી કિશોરભાઈ મુંગલપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વિગતો આપી હતી.

સંઘકાર્ય સ્થિતિ - વર્તમાન સમયમાં દેશના કુલ ૯૫ ટકા જિલ્લામાં સંઘ કાર્ય ચાલી રહ્યુ છે. ૩૭,૧૯૦ સ્થાનો ઉપર ૫૮,૯૬૭ નિત્ય શાખા, ૧૬,૪૦૫ સાપ્તાહિક મિલન, ૭૯૭૬ સંઘ મંડળી કાર્યરત છે. આ પ્રકારે કુલ ૮૩,૩૪૮ સ્થાનો પર સંઘની ગતિવિધિ ચાલે છે.

૨૦૧૭-૧૮માં સંઘ કાર્યકર્તાઓ માટે ૨,૦૩૫ સ્થાનો પર વિશેષ પ્રશિક્ષણ વર્ગના આયોજનો થયા. સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષનું ૮૬ સ્થાનો પર આયોજન કરવામાં આવ્યું. જેમાં ૨૪,૧૩૯ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું. ૧,૧૮૦ સ્થાનો પર સાત દિવસીય પ્રાથમિક વર્ગનું આયોજન થયું જેમાં ૯૫,૩૧૮ કાર્યકર્તાઓ એ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યુ. આ પ્રકારે કુલ ૧,૨૬૬ સ્થાનો ઉપર ૧,૧૯,૪૫૭ કાર્યકર્તાઓએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યુ.

પૂ. સર સંઘચાલકજીનો પ્રવાસ - સમાજ જીવનના પૂ. સંત, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વેપાર, ઉદ્યોગ, કૃષિ, ન્યાય અને કલાના ક્ષેત્ર તથા પ્રશાસકીય સેવામાં કાર્યરત અથવા નિવૃત અધિકારીઓથી વ્યકિતગત, સમુહમાં અથવા પરિવારમાં જઈને મળવાનું થયું. જેમાં રામકૃષ્ણ મઠના અધ્યક્ષ પૂ. સ્વામી સ્મરણાનંદજી, મુંબઈમાં વ્હોરા સમાજના સન્માનીય સૈયદના સાહેબ, ઈશા ફાઉન્ડેશન સદગુરૂ જગ્ગી વાસુદેવ જી, હંસ ફાઉન્ડેશન પૂ. ભોલેજી મહારાજ તથા પૂ. મંગલા માતા જી, રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી પ્રમુખ છે.

ગુજરાતમાં સંઘ કાર્ય સ્થિતિ

- ગુજરાતમાં વર્તમાન સમયે ૭૨૦ સ્થાનો ઉપર ૧,૪૬૦ શાખા, ૯૫૨ સાપ્તાહિક મિલન, ૪૮૯ સંઘ મંડળીઓ કાર્યરત છે.

- ગુજરાતમાં સેવાકાર્યો માટેના ૨,૪૪૨ પ્રકલ્પો ચાલે છે. (ગત વર્ષ ૧,૯૪૫)

- ગુજરાતમાં ૨૫૦ સ્થાનો ઉપર સામાજિક સદભાવ બેઠકનું આયોજન થયું.

- પ્રાથમિક વર્ગ ગુજરાતના ૧૯ સ્થાનો પર થયા જેમાં ૨,૮૫૦ સ્વયંસેવકોએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યુ.

- કર્ણાવતી મહાનગર દ્વારા ૪ માર્ચ, ૨૦૧૮ના રોજ મહાનગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૫,૩૩૬ સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો.

રાષ્ટ્રીય સંદર્ભમાં: દેશભરમાં સંઘ કાર્ય માટે લોકોનો વિશ્વાસ અને અપેક્ષા પણ વધી છે. વિભિન્ન પ્રાંતોમાં આયોજિત કાર્યક્રમોમાં હિન્દુ સમાજની સહભાગિતાથી આજ અનુભવ થાય છે. પૂર્વોત્તર રાજ્યોમાં આયોજીત હિન્દુ સંમેલન વિશેષતઃ ત્રિપુરા રાજ્યના સંમેલનમાં અનેક પ્રેરક અનુભવ થયા. સામાજિક, ધાર્મિક, વ્યાપારના ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા પ્રકટ થતા અભિપ્રાય આપણા કાર્યની સ્વીકાર્યતા પ્રદર્શિત કરે છે.

એ સાથે જ સમાજમાં સંઘર્ષની ઘટનાઓ સૌ માટે ચિંતાનો વિષય છે. આવી ઘટનાઓમાં થતી હિંસા, સાર્વજનિક સંપત્તિને થતુ નુકશાન પૂર્ણતઃ નિંદનીય છે. ન્યાય વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા વિગેરે માટે સન્માન અને વિશ્વાસ ઓછો ન થાય એની ચિંતા પણ થવી જોઈએ. સંવિધાન, કાનુન વ્યવસ્થાની અંદર પોતાની વાત મુકવાનો હક્ક આપણને છે. અણી મર્યાદાઓનું પાલન પણ આવશ્યક છે. સમાજમાં ભાગલા પાડવાવાળી શકિતઓ આજે સક્રિય થતી જોવા મળે છે. આ બધી જ પરિસ્થિતિમાં અત્યંત સંયમ અને કુશળતા સાથે કાર્યરત રહીને, આપણા કાર્યની સફળતામાં જ અનેક પ્રશ્નોનું સમાધાન છે, આ વિશ્વાસ રાખીને પરિશ્રમપૂર્વક આગળ વધવાનુ છે. સંઘકાર્ય જ આપણા જીવનનો ધ્યેય બને. નાગપુરમાં યોજાયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં આ માહિતીઓ અપાઈ હતી.(૨-૧૯)

ભારતીય ભાષાઓ બચાવવા સંઘ લોકમત ઘડશે

રાજકોટ તા.૧૩ :. પત્રકાર પરિષદમાં સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભારતીય ભાષાઓમાં સંરક્ષણ અને ઉન્નતિની આવશ્યકતા છે આજે વિવિધ ભારતીય ભાષાઓ અને બોલીઓનો ઉપયોગ અને આભાવનેકારણે, વિવિધ ભારતીય ભાષાઓ અને બોલીઓ વ્યવહારમાં નિરંતર ઘટી રહી છે. તેના શબ્દોનો ઉપયોગ ન થવો તથા વિદેશી ભાષાના શબ્દોનો પ્રયોગ જેવી બાબતો એક ગંભીર ચુનૌતી રૂપે સામે છે. આજ અનેક ભાષા અને લોકબોલી લુપ્ત થઇ ગઇ છે અને અનેક અન્ય લોકસભાષાઓનું અસ્તિત્વ કટોકટીમાં છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું માનવું છે કે સમાજ, સરકાર અન્ય નીતિ ઘડવૈયાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ, દેશના વિવિધ ભાષાઓ અને બોલીઓને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે દરેક શકય પ્રયત્નો કરવા જોઇએ. નીચેના પ્રયત્નો ખાસ કરીને આ માટે કરવાપાત્ર છે.

૧. સમગ્ર દેશમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અથવા કોઇપણ અન્ય ભારતીય ભાષામાં હોવું જોઇએ. માતાપિતાએ આ માટે તેમનું માનસ નિર્માણ કરવું જોઇએ અને સરકારે આ દિશામાં યોગ્ય નીતિઓ બનાવાની યોગ્ય જોગવાઇ કરવી.

૨. ઉચ્ચતર શિક્ષણના સ્તર પર, તકનીકી અને તબીબી વિજ્ઞાન, શિક્ષણ, શાબ્દિક સામગ્રી અને તમામ શિક્ષકોની પરીક્ષાના વિકલ્પ સહિત ભારતીય ભાષાઓમાં સુલભ કરવું જરૂરી છે.

૩. નેશનલ લાયકાતઅને પ્રવેશ પરીક્ષા (નીટ) અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ભારતીય ભાષાઓમાં પરીક્ષાઓ શરૂ કરી છે, આ પહેલનું સ્વાગત છે. આ સિવાય, આ વિકલ્પ અન્ય પ્રવેશકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે હજુ સુધી ભારતીય ભાષાઓમાં સુલભનથી તેની જોગવાઇ કરવી જોઇએ.

૪. તમામ સરકારી અને ન્યાયિક કાર્યમાં ભારતીય ભાષાઓને પ્રાથમિકતા આપવી જોઇએ. આ સાથે, સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં નિમણૂંકો, પ્રવર્તન અને તમામ પ્રકારની કામગીરીમાં અંગ્રેજી ભાષાની અગ્રતા વિના ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવું જોઇએ. 

(૫) સ્વયંસેવકો સહિત આખા સમાજને દૈનિક વ્યવહારમાં તેમના કુટુંબના જીવન અને માતૃભાષામાં વાતચીતની પસંદગી કરવી જોઈએ. સાહિત્યના સંગ્રહની અને આ ભાષાઓ અને બોલીઓનું વાંચન કરવાની પરંપરા વિકસાવવી જોઈએ. ઉપરાંત, તેમના નાટકો, સંગીત, લોકકલા વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ.

(૬) પરંપરાગત રીતે, ભારતમાં ભાષાઓ સમાજને જોડવાનો અર્થ છે. તેથી, માતૃભાષા પ્રત્યે આત્મમાન જાળવી રાખતા બધાને અન્ય બધી ભાષાઓ પ્રત્યે આદર હોવો જોઈએ.

(૭) કેન્દ્ર અને રાજ્ય સરકારે બધી ભારતીય ભાષાઓ, બોલીઓ અને લીપીને બચાવવા અને વધારવા માટે અસરકારક પ્રયત્નો કરવા જોઈએ.

(3:49 pm IST)