Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કલેકટર તંત્રના ૪ર કર્મચારીઓનો દોઢ મહીનાથી પગાર બાકીઃ મહેકમ પુરૂ થતા નિમણુંકો ન થઇ

નાયબ મામલતદારો-કલાર્ક-પટ્ટાવાળામાં દેકારોઃ રાજયમા ખાલી એક રાજકોટ જીલ્લામા જ આવુ બન્યું છે!! : કલેકટરે પણ GADમાં ખૂલાસો કરવો પડશેઃ મોડી બદલીઓ કરવા પાછળ કારણ શું?! કર્મચારીઓમા ચર્ચા..

રાજકોટ તા. ૧૩ : રાજકોટ જીલ્લા કલેકટર તંત્રના ૪ર જેટલા નાયબ મામલતદાર-કલાર્ક-પટ્ટાવાળા કે જેઓ મહેકમ આવતા વિધાનસભા ચૂંટણી કામગીરી માટે જે તે ડે. કલેકટર-મામલતદાર કચેરીમાં મૂકાયા હતા, તેમનું આ મહેકમ-જગ્યા ૩૧ જાન્યુઆરીએ પૂરી થઇ ગઇ, આમ છતા આ તમામ કર્મચારીઓની કલેકટર દ્વારા બદલીઓ નહી કરાતા, આ તમામનો દોઢ મહીનાથી પગાર ન થયો હોય આ લોકોમાં ભારે દકારો બોલી ગયો છે.

આ કર્મચારીઓએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં તમામ જીલ્લામાં બદલીઓ થઇ ગઇ છે, એક માત્ર રાજકોટ જીલ્લામાં જ બાકી રહ્યું છે., મોડી બદલીઓ બાબતે હવ કલેકટરે પણ જીએડીમાં ખૂલાસો કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે, દોઢ મહીનાથી પગાર ન થયો હોય, ઇન્કમટેક્ષ કપાત, એલટીસી, ફોર્મ નં.૧૬નો પ્રોબ્લેમ પણ ઉભો થયો છે.

કર્મચારીઓ હવે કહેવા માંડયા છે કે, હવે તો બદલીઓ કરો-જયાં મૂકો ત્યાં, પણ નિમણુંક તો આપો, જેથી પગાર તો થાય.

આવુ જ મનોરંજન શાખાનું છે, આ કચેરી ર૮ ફેબ્રુઆરીએ બંધ થઇ ગઇ છે, એનું સેટઅપ ઇન્સ્પેકટર-મામલતદાર-પટ્ટાવાળા-કલાકનું પુરૂ થઇ ગયું છે છતા આ લોકોની પણ નિમણુંક નવી જગ્યાએ થઇ નથી, મહેસુલી જીલ્લા તંત્રમા લોલમલોલ જ ચાલે છે.

(3:48 pm IST)