Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

પૂજારા ટેલીકોમમાં મળશે મોબાઇલથી પણ સસ્તા ટીવી

૩૨ અને ૪૦ ઈંચના સ્માર્ટ એલઈડી ટીવી રૂ.૧૦,૯૯૦ થી ૨૦,૯૯૦ રૂ.માં ઉપલબ્ધ: ૧ જીબી રેમ અને ઈનબિલ્ટ વાઇફાઈ ટેકનોલોજી, ૧ વર્ષની રીપ્લેસમેન્ટ ગેરેન્ટી

રાજકોટ, તા.૧૩: ગુજરાતમાં મોબાઈલ વેચાણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા પુજારા ટેલીકોમ પ્રા.લી દ્વારા હોમના સ્માર્ટ તેમજ એલઈડી ટીવીનું વેચાણ શરૂ કરવામાં આવેલ છે. મોબાઈલ માર્કેટમાં ગ્રાહકોનું વિશાળ સંખ્યાબંધ ધરાવતું પુજારા ટેલીકોમ આ ટીવી મોબાઈલથી પણ સસ્તા ભાવમાં આપી રહ્યા છે. ૪૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ૧૦૯૯૦ થી ૨૦૯૯૦ રૂપિયામાં ૩૨ અને ૪૦ ઈંચના સ્માર્ટ અને એલઈડીટીવી ગ્રાહકો માટે ઉપલબ્ધ થયા છે.

 

મહત્વનું છે કે યોગેશભાઈ પુજારાનું પુજારા ટેલીકોમ સમગ્ર ગુજરાતમાં ૪૮ થી વધુ શાખાઓનું નેટવર્ક ધરાવે છે. ત્યારે રાજકોટમાં સરદારનગર રોડ પર આવેલ પુજારા ટેલીકોમની મેઈન બ્રાંચ ખાતે હોમ બ્રાંડના ટીવીનું શાનદાર લોન્ચિંગ કરવામાં આવેલ આ પ્રસંગે મેનેજિંગ ડાયરેકટર રાીહલ પુજારા, ડાયરેકટર મિતુલ કાછેલા, સીઈઓ ડો.વિશાલ ખાસગીવાલા, ડીરેકટર શ્રી દિપક ભટ્ટી તેમજ સમસ્ત પુજારા ટેલીકોમ પરિવાર ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે મેનેજિંગ ડાયરેકટર રાહિલ પુજારાએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીને સ્માર્ટ ડિવાઈસીસનો નશો છે, ઈન્ટરનેટની ફાસ્ટ દુનિયામાં દરેક વ્યકિતને પોતાના ટ્રાન્જેકશન ઝડપથી પુરા કરવા છે ત્યારે પુજારા ટેલીકોમ નવી ટેકનોલોજી અને એના ડેવલોપમેન્ટને સતત પ્રોત્સાહીત કરીને છીએ અને ઈલેકટ્રોનિક માર્કેટમાં સતત નવીનીકરણ લાવવાનો પ્રયત્ન કરીને છીએ એ જ અનુસંધાને અમે મોબાઈલની કિંમતથી પણ સસ્તા સ્માર્ટ તેમજ એલઇડી ટીવી માર્કેટમાં લાવ્યા છીએ, ગ્રાહકો માટે પહેલા જ દિવસથી અમે સરળ ઈએમઆઈ થી ટીવી ખરીદીની વ્યવસ્થા કરેલ છે જેથી દરેક વર્ગના લોકો અમારા આ ટીવીનો વપરાશ કરી શકે.

પુજારા ટેલીકોમના સીઈઓ ડો.વિશાલ ખાસગીવાલાએ જણાવ્યું હતું કે નવી જનરેશનની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે આ ટીવીનું વેચાણ શરૂ કરેલ છે. આજકાલ દરેક વ્યકિતના પોકેટમાં સ્માર્ટફોન જોવા મળે છે ત્યારે હોમના સ્માર્ટ ટીવીને આપ આપના સ્માર્ટફોન સાથે કનેકટ કરી શકો છો તેમજ આ સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ ઓએસ સપોર્ટ કરતુ હોવાથી દરેક વ્યકિતને સમજવામાં સરળ છે. આજકાલ સારા ફીચર સાથેનો મોબાઈલ ફોન પણ ૧૫ થી ૨૦ હજાર કિંમતમાં મળી રહ્યો છે ત્યારે હોમના ટીવી કીંમત ૧૦૯૯૦ રૂપિયાથી શરૂ થઈ રહી છે તો, પુજારા ટેલીકોમના આ મોબાઈલથી પણ સસ્તા ટીવી અમારા દરેક ગ્રાહકોને પસંદ આવશે.

હોમના સ્માર્ટ ટીવી ૩૨ અને ૪૦ ઈંચની ફુલ એચડી સાથે એન્ડ્રોઈડ ઓએસ સપોર્ટ કરે છે અને તેમાં ૧ જીબીની રેમ તેમજ ઈનબિલ્ટ વાઈફાઈ ટેકનોલોજી આપેલ છે જેની કિંમત ૧૩૪૯૦ અને ૨૦૯૯૦ રૂપિયા છે. એલઈડીટીવીમાં પણ ૩૨ અને ૪૦ ઈંચની ડિસ્પ્લે સાઈઝમાં રૂપિયા ૧૦૯૯૦ અને ૧૭૯૯૦માં ઉપલબ્ધ થયા છે. બધા જ ટીવીમાં ૧ વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી આપવામાં આવી રહી છે. પુજારા ટેલીકોમની રાજકોટ ખાતેની સરદારનગર રોડ અને ગોંડલ રોડ તેમજ જામનગરમાં લીમડા ચોક ખાતે વેચાણ શરૂ કરેલ છે. ટૂંક સમયમાં ટેલીકોમની દરેક બ્રાંચ હોમ ટીવી ઉપલબ્ધ થશે. તેમ એક યાદીના અંતમાં જણાવાયું છે.

(3:33 pm IST)
  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST

  • કોલેજના કલાસમાં ઘુસી વિદ્યાર્થીએ લેકચરરને ૩ ગોળી ધરબી દીધી: હરીયાણાના સોનીપતમાં એક વિદ્યાર્થીએ પિપલીની સરકારી કોલેજમાં ઘુસીને સરાજાહેર લેકચરર ઉપર ૩ ગોળીઓ ધરબી દેતા લોહીલોહાણ હાલતમાં મૃત્યુ નિપજેલ છે : આ સ્ટુડન્ટ ભાગી ગયો છે, ભારે ભય ફેલાયો છે access_time 3:39 pm IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા:2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. access_time 6:24 pm IST