Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

આજથી તમામ પાવર હાઉસ-૬૬ કેવી સબસ્ટેશનો અને ડિવિઝન- સબ ડિવિઝનો સાંજથી સ્ટાફ ભરોસે : ઇજનેરોનું વર્ક યુ રૂલ

ર૦મીએ હડતાલ : વીજ ઇજનેરો પગાર સુધારણા મામલે આંદોલનના માર્ગે : સાંજે ૬ પછી કોઇ કામ નહીં કરે...: ઇજનેરોનું વર્ક ટુ રૂલ સાથે કાલે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી તમામ વીજ કંપની અને વીજ બોર્ડના હોદ્દેદારો-સભ્યો દ્વારા ધરણા અને દેખાવો યોજવા જાહેરાત ર૬મીથી બેમુદ્દતી હડતાલનું એલાન

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતભરના વીજ ઇજને એસો.-જીબીઆના પપ૦૦ ઇજનેરોપગાર સુધારણા મામલે આંદોલનના માર્ગે ચડયા છે. તાજેતરમાં ૭મીએ ધરણા-યોજયા બાદ આજથી બેમુદ્દતી સુધી પપ૦૦ વીજ ઇજનેરો વર્ક ટુ રૂલ શરૂ કરી રહ્યા છે અને ર૦મીએ એક દિ'ની હડતાલ પાડશે અને ર૬મીથી બેમુદ્દતી હડતાલ શરૂ કરશે.

વીજ ઇજનેરોએ આંદોલન શરૂ કર્યું, પરંતુ મેનેજમેન્ટ મંત્રણા માટે બોલાવ્યા નથી અને તેના પરિણામે વીજ ઇજનેરોમાં પણ રોષ પ્રર્વતી ગયો છે.

દરમિયાન જીબીઆના સેક્રેટરી જનરલ શ્રી બી.એમ. શાહે ઉમેર્યું હતું કે આજથી તમામ વીજ ઇજનેરો બેમુદ્દતી વર્ક ટુ રૂલ શરૂ કરશે. સાંજે ૬:૧૦ પછી કોઇ વર્ક નહીં કરે, સતાવાર કોઇ મેસેજ અટેન્ડ નહીં કરાય.

ઇજનેરોની વર્ક ટુ રૂલ એલાન સંદર્ભે આજ સાંજથી ૬૬ કેવી સબસ્ટેશનો-મોટા પાવર હાઉસો-ડીવીઝન સબ ડિવિઝનો દરરોજ સાંજે માત્ર લાઇન સ્ટાફના ભરોસે ચાલશે, કોઇ મોટો ફોલ્ટ આવ્યો તો નિર્ણય કેમ લેવો તે પ્રશ્ન થઇ પડયો છે.(૮.૪)

 

(10:57 am IST)