Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટમાં આજે એકેય મોત નહિઃ નવા ૧૩ કેસ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસનો આંક ૧૫,૬૩૯ થયો અને ૧૫,૩૩૧ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૧૧ ટકા

રાજકોટ, તા.૧૩:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે એકેય મૃત્યુ થયું નથી. જયારે  શહેરમાં બપોર સુધીમાં ૧૩ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૩ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૬૨  બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૧૩ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૩  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૬૩૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૫,૩૩૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૧૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૧૦૩૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૭  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૫૭ ટકા થયો  હતો. જયારે ૨૩ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૮૦,૭૯૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૬૩૯  સંક્રમીત થતા પોઝિટિવ રેટ -૨.૬૯ ટકા થયો છે.

(2:54 pm IST)